ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં ફરી વાહનો ચાલશે ઑડ-ઈવન, સ્કૂલ પણ ઑનલાઈન

Text To Speech
  • વધતા જતા પ્રદૂષણને કારણે દિલ્હીમાં 13થી 20 નવેમ્બર સુધી ઑડ-ઈવન નિયમ લાગુ કરાશે

દિલ્હી: રાજધાની દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાને લઈ કેજરીવાલ સરકારે ફરી એકવાર ઑડ-ઈવન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ ઑડ-ઈવન 13 થી 20 નવેમ્બર સુધી લાગુ રહેશે. સરકારના નિર્ણય અનુસાર દિલ્હીમાં BS 3 પેટ્રોલ અને BS 4 ડીઝલ કાર પર પ્રતિબંધ રહેશે અને કોઈ પણ પ્રકારનું બાંધકામ થશે નહીં.

ધોરણ 10 અને 12ના ક્લાસ ઑફલાઈન ચાલુ, બાકીના ધોરણના ક્લાસ 10 નવેમ્બર સુધી ઓનલાઈન લેવા આદેશ:

 

  • વધતા જતા AQIને ધ્યાને રાખીને દિલ્હી સરકારે વાયુ પ્રદૂષણને પહોંચી વળવા માટે અમલમાં મુકવામાં આવેલા GRAP સ્ટેજ 4 ને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12 સિવાયના તમામ શાળાના વર્ગોને 10 નવેમ્બર સુધી ઓનલાઈન લેવાનો આદેશ આપ્યો છે.

સમીક્ષા બાદ નિર્ણય લંબાવવામાં આવી શકે

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, 13 થી 20 નવેમ્બર સુધી એક સપ્તાહ માટે ઑડ-ઇવન વ્હીકલ સિસ્ટમ લાગુ રહેશે.” તે એક સપ્તાહની ઑડ-ઈવન અને તે સમયે પ્રદૂષણની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.

દિલ્હીમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે

દિલ્હી- NCRમાં પ્રદૂષણને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર, દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) આજે (સોમવાર, 6 નવેમ્બર) 400ને પાર કરી ગયો છે. તે જ સમયે, આરકે પુરમ વિસ્તારમાં AQI 466, ITOમાં AQI 402, પ્રતાપગઢમાં 471 અને મોતી બાગમાં AQI 488 નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: દિલ્હી-NCRનું પ્રદૂષણ દરેક વ્યક્તિને 10 ‘સિગારેટ’ પીવા જેટલું નુકસાન કરે છે

Back to top button