કરોડોની લેવડદેવડનો કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમરના પુત્રનો વીડિયો વાઇરલ, FIR નોંધાઈ
મોરેના, મધ્યપ્રદેશ: કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર નરેન્દ્ર સિંહ તોમરના પુત્રએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પૈસાની લેવડ-દેવડની ચર્ચા કરતા એક કથિત વીડિયોના સંબંધમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મંત્રીના પુત્ર દેવેન્દ્ર પ્રતાપ સિંહ તોમરે મોરેના જિલ્લાના સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કહ્યું આ વીડિયો એડિટ કરીને તેમની વિરુદ્ધ કાવતરું રચવામાં આવી રહ્યું હતું.
प्रिय ED, CBI, Income Tax यह वीडियो वायरल हो रहा है। कृपया इसकी सत्यता की जाँच करें। इसमें भाजपा प्रत्याशी और केंद्रीय मंत्री श्री नरेंद्र सिंह तोमर जी के चिरंजीवी श्री देवेंद्र तोमर करोड़ों रुपये के लेनदेन की बातचीत करते प्रतीत हो रहे हैं।
चुनाव आचार संहिता के बीच ये काले धन की… pic.twitter.com/wR21DmruiH— Piyush Babele||पीयूष बबेले (@BabelePiyush) November 5, 2023
દેવેન્દ્ર પ્રતાપે વિવાદાસ્પદ વીડિયોના મામલે કહ્યું કે, આ વીડિયો દ્વારા મારી નકારાત્મક છાપ ઊભી કરવામાં આવી રહી છે. મારી છબિને અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો વાઈરલ કરાઈ રહ્યો છે.
વાઇરલ થઈ રહેલો આ વીડિયો કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષના મીડિયા સંયોજક પીયૂષ બાબિલે શેર કર્યો છે. જેમા દેવેન્દ્ર તોમર એક મોટા બિઝનેસમેન સાથે ફોન પર કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન અંગે વાત કરી રહ્યા છે. જેમાં ટ્રાન્ઝેક્શન માટે પાંચ અલગ-અલગ એકાઉન્ટની વિગતો માંગી રહ્યા છે અને તેની સાથે સમય માંગી રહ્યા છે. તેમજ આ વીડિયોમાં રાજસ્થાન અને પંજાબની એક પાર્ટી સાથે 39 કરોડ રૂપિયાની ડીલ નક્કી થવાની વાત કરવામાં આવી રહી છે. જેમાં 18 કરોડ રૂપિયા મળી રહ્યા છે અને બાદમાં 21 કરોડ રૂપિયા વધુ આપવામાં આવશે.
મોરેનાના અધિક પોલીસ વડા અરવિંદ ઠાકુરે જણાવ્યું કે વાઇરલ વીડિયોના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના પુત્ર દેવેન્દ્ર તોમરના સહયોગી પપ્પુ તોમરે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે તેની વિરુદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: મધ્યપ્રદેશ ચૂંટણી: JDUએ 5 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, કોને મળી ટિકિટ?