કેરળ બ્લાસ્ટ કેસ : કોર્ટે આરોપી માર્ટિનને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો
- એકમાત્ર આરોપી ડોમિનિક માર્ટિનને 15 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો
- ખ્રિસ્તી પ્રાર્થના સભામાં થયેલા વિસ્ફોટમાં ચારના મૃત્યુ તો 50થી વધુ લોકો થયા હતા ઘાયલ
કેરળ : કેરળના કોચીમાં આવેલી પ્રિન્સિપલ સેસન્સ કોર્ટે સોમવારે અર્નાક્યુલમ બોમ્બ વિસ્ફોટ કેસના એકમાત્ર આરોપી ડોમિનિક માર્ટિનની પોલીસની દસ દિવસની કસ્ટડી મંજૂર કરી છે. કોર્ટના જજ હની એમ. વર્ગીસે આરોપીની તપાસ કરવા માટે પોલીસ દ્વારા માંગવામાં આવેલી 10 દિવસની કસ્ટડીની અરજીને મંજૂરી આપી હતી. આરોપીને 6 નવેમ્બરના રોજ કોચીની પ્રિન્સિપાલ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 29 ઑક્ટોબરે કોચી નજીક કલામસેરીમાં યહોવાહના સાક્ષીઓની પ્રાર્થના સભા દરમિયાન વિસ્ફોટમાં ચાર લોકો માર્યા ગયા હતા અને 50થી વધુ ઘાયલ થયા હતા.
#WATCH | Kerala: Kalamassery blast accused Dominic Martin was brought to a hospital for medical check-up after he was presented to the Principal Sessions Court in Kochi. pic.twitter.com/KJ3HMAISjf
— ANI (@ANI) November 6, 2023
આરોપીએ કાનૂની સહાયતા તરીકે વકીલની મદદ લેવાનો કર્યો ઇનકાર
પોલીસે રજૂઆત કરી હતી કે, “તેમને આરોપીની આવકના સ્ત્રોત, આંતરરાષ્ટ્રીય જોડાણો અને અન્ય સંબંધિત બાબતોની તપાસ કરવાની જરૂર છે. આરોપી પાસેથી વધુ પુરાવાના એકત્રિત કરવા માટે ચોક્કસ સ્થળોએ લઈ જવો પડે તેમ છે.” આ દરમિયાન આરોપી માર્ટિને ફરી એકવાર કાનૂની સહાયતા તરીકે વકીલની મદદ લેવાનો ઇનકાર કર્યો હતો. અગાઉ, 31 ઓક્ટોબરના રોજ, માર્ટિનને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. IPC કલમ 302 (હત્યા માટેની સજા) અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમની કલમ 3 ઉપરાંત, ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) ની સંબંધિત કલમો પણ આરોપીઓ સામે લાગુ કરવામાં આવી છે.
આરોપીએ સોશિયલ મીડિયા પર વિસ્ફોટો કરવા માટેનો વીડિયો કર્યો હતો પોસ્ટ
પોલીસે ઔપચારિક રીતે માર્ટિનની ધરપકડની નોંધ કરી હતી કારણ કે તેણે 29 ઓક્ટોબરના રોજ થયેલા વિસ્ફોટોના થોડા કલાકો બાદ આત્મસમર્પણ કર્યું હતું. શરણાગતિના થોડા કલાકો પહેલાં, માર્ટિને, જેણે યહોવાહના સાક્ષીઓના અજાણ્યા સભ્ય હોવાનો દાવો કર્યો હતો, તેણે તેના કારણો સમજાવતા સોશિયલ મીડિયા પર વિસ્ફોટો કરવા માટેનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો.
આ પણ જાણો :કેરળ બ્લાસ્ટ : સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક ઉશ્કેરણીજનક સામગ્રી ફેલાવવા બદલ 54 કેસ નોંધાયા