ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનના દૌસામાં ભયાનક અકસ્માત : બસ પુલની રેલિંગ તોડીને રેલવે ટ્રેક પર પડતાં 4ના મૃત્યુ

  • અકસ્માતમાં 4ના નીપજયાં મૃત્યુ તો 28 લોકો થયાં ઘાયલ
  • અકસ્માત સર્જાવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ

રાજસ્થાન : રાજસ્થાનના દૌસામાં સોમવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બસ પુલની રેલિંગ તોડીને સીધી રેલવે ટ્રેક પર પડી ગઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાંથી 5 ગંભીર દર્દીઓને જયપુર રીફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ડીએમ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મળતી માહિતી મુજબ, અકસ્માત નેશનલ હાઈવે-21 પર થયો હતો જ્યાં એક પેસેન્જર બસ પુલની રેલિંગ તોડીને નીચે રેલ્વે ટ્રેક પર પડી, જેના કારણે ટ્રેનોની અવરજવર પણ બંધ થઈ ગઈ છે. અકસ્માત સર્જાવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ રહેલું છે.

 

DM કમર ચૌધરીએ અક્સ્માત વિશે શું જણાવ્યું ?

 

દૌસાના ડીએમ કમર ચૌધરીના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે લગભગ 2.15 વાગ્યે નેશનલ હાઇવે-21 પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અહીં હરિદ્વારથી જયપુર તરફ જઈ રહેલી એક પેસેન્જર બસ બેકાબૂ બની ગઈ અને લોખંડની રેલિંગ તોડીને પુલ પરથી નીચે પડી ગઈ હતી. બસ સીધી જયપુર-દિલ્હી રેલવે રૂટના પાટા પર પડી હતી. બસ પુલ પરથી રેલ્વે ટ્રેક પર પડી હોવાની માહિતી મળતા પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાના પગલે પોલીસ અને એમ્બ્યુલન્સના વાહનો ઘટનાસ્થળે દોડી ગયા હતા.

 

ટ્રેક પર ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો

અકસ્માતની જાણ થતાં જ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રેલ્વે કંટ્રોલ રૂમને અકસ્માતની માહિતી મળતા જ જયપુર-દિલ્હી રેલ્વે લાઇનના અપ અને ડાઉન ટ્રેક પર ટ્રેનોનું સંચાલન તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું અને રેલવે અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

બચાવ કાર્ય બાદ શરૂ થશે તપાસ 

ઘટના બાદ કોતવાલી, સદર, જીઆરપી, આરપીએફ સહિત અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસમાંથી મૃતકો-ઘાયલોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ડોક્ટરે બે મહિલા સહિત કુલ ચાર લોકોને મૃત જાહેર કર્યા છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી પાંચની ગંભીર હાલતને જોતા તેમને જયપુર રીફર કરવામાં આવ્યા છે. પોલીસ-પ્રશાસનનું કહેવું છે કે, “રાહત અને બચાવ કાર્ય પૂર્ણ થયા બાદ અકસ્માતની તપાસ શરૂ થશે અને ઘાયલોને સારવાર આપવામાં આવશે.

આ પણ જાણો :ગુજરાત-રાજસ્થાન સરહદ નજીક કાર અને ખાનગી બસ વચ્ચે ટક્કર થતાં 4ના મૃત્યુ

Back to top button