IND vs SA: ભારતે દક્ષિણ આફ્રિકાને આપ્યો 327 રનનો ટાર્ગેટ
- વર્લ્ડ કપ 2023ની 37મી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
- વિરાટ કોહલીએ જન્મદિવસે દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારી.
WORLD CUP 2023: ICC ક્રિકેટ વર્લ્ડ કપની આજે 37મી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતની ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને 327 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ભારતીય ટીમ વતી વિરાટ કોહલીએ 121 બોલમાં 10 ચોગ્ગા ફટકારીને 101 રન બનાવ્યા હતા, ત્યારે પછી શ્રેયસ ઐયરે 87 બાલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 77 રન બનાવ્યા હતા, ત્યાર બાદ કેપ્ટન રોહિત શર્માએ 24 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 40 રન બનાવ્યા હતા. જોકે ભારતની આખી ટીમ 50 ઓવરમાં 326 રન બનાવ્યા છે.
દક્ષિણ આફ્રિકા તરફથી લુંગી એનગિડી, માર્કો જેન્સેન, કાગીસો રબાડા, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી આ દરેક બોલરે 1-1 વિકેટ ઝડપી હતી. આમ દક્ષિણ આફ્રિકા ટીમે 50 ઓવરમાં ભારતીય ટીમની 5 વિકેટ ઝડપી હતી.
- વિરાટ કોહલીએ સચિન તેંડુલકરના સૌથી વધુ ODIમાં રેકોર્ડની બરાબરી કરી
4⃣9⃣ 𝙊𝘿𝙄 𝘾𝙀𝙉𝙏𝙐𝙍𝙄𝙀𝙎!
Sachin Tendulkar 🤝 Virat Kohli
Congratulations to Virat Kohli as he equals the legendary Sachin Tendulkar’s record for the most ODI 💯s! 👏#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSA pic.twitter.com/lXu9qJakOz
— BCCI (@BCCI) November 5, 2023
ભારત અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ:
ભારતની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે.એલ રાહુલ (W), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ
દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન: ક્વિન્ટન ડી કોક (W), ટેમ્બા બાવુમા (C), રાસી વાન ડેર ડુસેન, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી, કાગીસો રબાડા, લુંગી એનગિડી
કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમના આંકડા:
ODI ક્રિકેટમાં પણ આ મેદાનની મિશ્ર આવૃત્તિ જોવા મળી છે. અહીં મોટાભાગે બોલરોનો દબદબો રહ્યો છે પરંતુ બેટ્સમેનોએ પણ ઘણી વખત પોતાની પ્રતિભા બતાવી છે. અહીં રમાયેલી 33 મેચોમાં 8 વખત 300થી વધુ રન બનાવ્યા છે. અહીં એકવાર 400+નો સ્કોર પણ બનાવવામાં આવ્યો છે. તે જ સમયે, એવું 21 વખત બન્યું છે જ્યારે ટીમો અહીં 200ના આંકને પણ સ્પર્શી શકી નથી.
આ મેદાન પર છેલ્લી 9 મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ 7 વખત જીતી છે. ભારતીય ટીમે અહીં કુલ 22 મેચ રમી છે. જેમાંથી તેણે 13માં જીત અને 8માં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ અનિર્ણિત રહી હતી. અહીં દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ પણ સારો રહ્યો છે. પ્રોટીઝ ટીમ આ મેદાન પર 4 મેચ રમી છે, જેમાં તેણે 2માં જીત અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો: વિરાટ કોહલી તેના જન્મદિવસ પર રમાયેલી મેચો ક્યારેય હાર્યો નથી