કર્ણાટકમાં BJP અને JDSના 35 ધારાસભ્યો કૉંગ્રેસમાં જોડાશેઃ કોંગ્રેસ નેતાનો દાવો
બેંગલુરુ: કૉંગ્રેસ નેતા એમબી પાટીલે દાવો કર્યો છે કે જનતા દળ સેક્યુલર (JDS)ના 10 અને ભાજપના 25 ધારાસભ્યો ટૂંક સમયમાં કૉંગ્રેસમાં જોડાશે. ભાજપ પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે રાજ્યનો વિરોધ પક્ષ કૉંગ્રેસના પાંચ ધારાસભ્યોને તોડી શકે નહીં. પાટીલના આ નિવેદનના કારણે રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.
JDS રાજકીય પક્ષોમાં મતભેદો પેદા કરી રહી છેઃ પાટીલ
પાટીલે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ વર્તમાન નાયબ મુખ્યપ્રધાન ડીકે શિવકુમારને 19 JDS ધારાસભ્યોના સમર્થનની ઓફર કરતા નિવેદન પર પણ ટીકા કરી હતી. તેને નાટકીય નિવેદન ગણાવતા તેમણે રાજકીય પક્ષોમાં મતભેદો ઊભા કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટી કૉંગ્રેસની અંદર કોઈપણ પ્રકારની મૂંઝવણ નથી.
પાટીલે દાવો કર્યો હતો કે વિપક્ષમાંથી 20 થી 25 ધારાસભ્યો કૉંગ્રેસમાં જોડાઈ શકે છે. પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિપક્ષના ધારાસભ્યો કૉંગ્રેસમાં જોડાયા બાદ ધારાસભ્યોની સંખ્યા 150-160 સુધી પહોંચી જશે. ભાજપ પર આકરા પ્રહારો કરતાં તેમણે ભાજપના સભ્યોની વિધાનસભામાં અસરકારક વિપક્ષી નેતા બનવાની ક્ષમતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
કુમારસ્વામીએ શિવકુમારને CM બનવાની ઓફર કરી હતી
પૂર્વ મુખ્યમંત્રી અને JDS નેતા એચડી કુમારસ્વામીએ શનિવારે સિદ્ધારમૈયાને સીએમની ખુરસી પરથી હટાવવા માટે એક મોટું પગલું ભર્યું હતું. શાસક કૉંગ્રેસમાં જૂથવાદના અહેવાલો વચ્ચે તેમણે ડેપ્યુટી મુખ્યમંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારને મુખ્યમંંત્રી બનાવવાની ઓફર કરી હતી. પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે જો ડીકે શિવકુમાર મુખ્યમંત્રી બનવા માંગતા હોય તો તેઓ જનતા દળ સેક્યુલરના 19 ધારાસભ્યો પર ભરોસો કરી શકે છે.
આ પણ વાંચો: કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોમાં અસંતોષ, ટોચના નેતૃત્વએ દિલ્હીમાં બેઠક બોલાવી