ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યુપીમાં કિશોરીની આત્મહત્યા કેસના આરોપીની દુકાન પર ચાલ્યું બુલડોઝર

Text To Speech
  • આ દુકાન PWDની જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી
  • પીડિતાની બહેન અને માતાએ ગઇકાલે બુલડોઝર ચલાવવાની માંગણી કરી હતી.

લખીમપુર ખીરીઃ યુપીના લખીમપુર ખીરીમાં એક કિશોરીની આત્મહત્યાના મામલામાં યોગી સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી જાહિદ અખ્તરની દુકાન પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. સંપૂર્ણ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આરોપી યુવકની દુકાન પર બુલડોઝર દોડાવવામાં આવ્યું છે. આ દુકાન PWDની જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી. ગઈકાલે પીડિતાની બહેન અને માતાએ બુલડોઝર ચલાવવાની માંગણી કરી હતી.

શું છે સમગ્ર મામલો?

જિલ્લાના સંપૂર્ણ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક કિશોરીનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો હતો. આ મામલામાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરત આવ્યો ત્યારે પરિવારજનોએ મૃતદેહને રસ્તા પર રાખીને રસ્તો બ્લોક કરી દીધો હતો. આ પછી જ્યારે પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો તો રોષે ભરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો. ટોળાએ દુકાનોને પણ આગ ચાંપી દીધી હતી. આ મામલામાં સ્થિતિ એકદમ તંગ બની ગઈ હતી.

માહિતી મળતા જ SDM કાર્તિકેય સિંહ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિવારજનો અને ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી. મૃતકના પરિવારજનો આરોપીઓની ધરપકડ બાદ તેમને ફાંસી આપવા અને તેના ઘર ઉપર બુલડોઝ ચલાવવાની માંગ કરતા જોવા મળ્યા હતા.

આરોપ છે કે અન્ય સમુદાયના યુવકોએ કિશોરીનો વાંધાજનક વીડિયો વાયરલ કર્યો હતો.

પરિવારના સભ્યોનો આરોપ છે કે કિશોરીનો વાંધાજનક વીડિયો અન્ય સમુદાયના યુવકોએ વાયરલ કર્યો હતો. આરોપી યુવક દ્વારા કિશોરીને વારંવાર બ્લેકમેલ કરવામાં આવી રહી હતી. આ પછી વહીવટીતંત્ર દ્વારા આરોપીઓની ધરપકડ બાદ પરિવારજનોએ રસ્તો ખોલ્યો હતો. કિશોરીના મૃતદેહના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો, છત્તીસગઢમાં સલામતી દળો – નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, બે નક્સલી ઠાર

Back to top button