કેનેડાની સરકારને ભારતીય હાઈ કમિશનરનો સવાલ “નિજ્જરની હત્યાના પુરાવા ક્યાં છે ?”
- ભારતીય હાઈ કમિશનરે કેનેડાના અગ્રણી અખબારને આપી મુલાકાત
- નિજજરની હત્યાના પુરાવા અને તપાસનું નિષ્કર્ષ ક્યાં છે? : હાઈ કમિશનર
ઓટાવા : ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા પર કેનેડા સાથે રાજદ્વારી વિવાદ પર નવી દિલ્હીના વલણનો પુનરોચ્ચાર કરતા, કેનેડામાં ભારતીય હાઈ કમિશનર સંજયકુમાર વર્માએ કેનેડાને વિનંતી કરી છે કે “તે ભારતની સંડોવણી અંગેના તેના આરોપોને સમર્થન આપતા પુરાવા રજૂ કરે અને સરકારની તપાસનું નિષ્કર્ષ જણાવે. ”
STORY | Where is the evidence? Indian High Commissioner to Canadian govt on allegations over Nijjar’s killing
READ: https://t.co/9E4PgHxMyY pic.twitter.com/TFqrumbu2R
— Press Trust of India (@PTI_News) November 5, 2023
કેનેડિયન અખબાર સાથેની મુલાકાતમાં હાઈ કમિશનરે ઉઠાવ્યા સવાલ
શનિવારે પ્રકાશિત થયેલી કેનેડિયન અખબાર સાથેની મુલાકાતમાં હાઈ કમિશનર સંજયકુમાર વર્માએ જણાવ્યું હતું કે, “કેનેડા દ્વારા ભારતને હજી સુધી કોઈ નક્કર પુરાવા બતાવવામાં આવ્યા નથી. નિજ્જરની હત્યામાં ભૂમિકાનો ભારત સ્પષ્ટપણે ઇનકાર કરે છે. હત્યાની ચાલી રહેલી કેનેડિયન પોલીસ તપાસને વડાપ્રધાન ટ્રુડોના જાહેર નિવેદનોથી નુકસાન થયું હતું. આ કેસમાં અમને તપાસમાં મદદ કરવા માટે કોઈ ચોક્કસ કે સંબંધિત માહિતી આપવામાં આવી નથી.”
હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ અખબાર સાથેની મુલાકાતમાં શું કહ્યું ?
શીખ ઉગ્રવાદીની હત્યાની કેનેડાની તપાસ ઉચ્ચ સ્તરીય કેનેડિયન અધિકારીના જાહેર નિવેદનો દ્વારા કલંકિત થઈ છે, જેથી કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ ગ્લોબ એન્ડ મેલ અખબાર સાથેની એક મુલાકાતમાં જણાવવામાં આવ્યું કે ” નિજજરની હત્યાના પુરાવા ક્યાં છે? તપાસનું નિષ્કર્ષ ક્યાં છે? હું એક ડગલું આગળ જઈશ અને કહીશ કે આ તપાસ પહેલેથી જ શંકાના ઘેરામાં છે.”
આ પણ જાણો :‘કૂટનીતિ માટે હજુ પણ અવકાશ’ : ભારત-કેનેડા વિવાદ પર વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર