ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપસ્પોર્ટસ

IND vs SA: ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

WORLD CUP 2023: આજે 2023 વર્લ્ડ કપની 37મી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં ભારતે ટોસ જીત્યો છે, અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ભારત અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ:

ભારતની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે.એલ રાહુલ (W), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ

દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન: ક્વિન્ટન ડી કોક (W), ટેમ્બા બાવુમા (C), રાસી વાન ડેર ડુસેન, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી, કાગીસો રબાડા, લુંગી એનગિડી

પિચ રિપોર્ટ:

આજની ભારત અને દક્ષિણ આફ્રિકા મેચ કોલકાતાના ઐતિહાસિક મેદાન ઈડન ગાર્ડનમાં રમાશે. આ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી આ મેદાન પર બે મેચ રમાઈ છે અને બંને મેચમાં બોલરોનો દબદબો રહ્યો છે. ફાસ્ટ બોલરો અને સ્પિનરો બંનેને લગભગ સમાન મદદ મળી છે. આજની મેચમાં પણ પિચની પ્રકૃતિ સમાન રહેવાની અપેક્ષા છે.

POINTS TABLE:  

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમો સેમિફાઈનલ માટે કવાલિફાઈ થઈ ગઈ છે. વર્લ્ડ કપ 2023માં ભારતે અત્યાર સુધીની તેની તમામ 7 મેચોમાં જીત મેળવી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ તેની 7 મેચમાંથી 6 મેચમાં જીત મેળવી છે. પોઈન્ટ ટેબલ પર ભારત પ્રથમ સ્થાને છે, જ્યારે દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે.

આ પણ વાંચો: વિરાટ કોહલી તેના જન્મદિવસ પર રમાયેલી મેચો ક્યારેય હાર્યો નથી

Back to top button