આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

લંડનમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં દેખાવ કરવા બદલ 29ની ધરપકડ

Text To Speech
  • 30 હજારની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા
  • ટ્રફાલ્ગર સ્ક્વેર પર એકઠા થઈ પેલેસ્ટાઇનના ઝંડા ફરકાવ્યા
  • પોલીસે પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી કરી

લંડનઃ લંડનમાં ટ્રફાલ્ગર સ્કેવર ખાતે મોટી સંખ્યામાં પેલેસ્ટાઇનના સમર્થનમાં રેલી કાઢતા 29 લોકોની ધરપકડ કરવામાં આવી છે. લંડન પોલીસનું કહેવું છે કે, સોશિયલ મીડિયા પર યહૂદી વિરોધી ભાષણ કરતા જોવા મળેલા વ્યક્તિને ટ્રેક કરીને તેઓની અટકાયત કરાઈ છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે યુરોપીયન દેશો મોટા પાયે પેલેસ્ટાઇનના સમર્થનમાં સામે આવ્યા છે. જેને પહોંચી વળવા પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. UKના સેન્ટ્રલ લંડનમાં યોજાયેલા પ્રદર્શનમાં 30 હજાર જેટલા લોકો જોડાયા હતા.

આ સિવાય ફ્રી પેલેસ્ટાઇન એલાયન્સના 350થી વધુ વિરોધીઓ એડિનબર્ગ અને ગ્લાસગો સહિત ઘણી જગ્યાએ થઈ રહેલા આંદોલનમાં જોડાયા હતા અને રસ્તા બ્લોક કરી દીધા હતા. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે લગભગ તમામ ઉંમરના લોકો ટ્રફાલ્ગર સ્ક્વેર પર એકઠા થયા હતા. પેલેસ્ટાઇનના સમર્થનમાં ઝંડા ઉઠાવીને ઇઝરાયેલ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન પોલીસે 29 લોકોની ધરપકડ પણ કરી છે.

બ્લેક લાઈવ્સ મેટર યુકે, સિસ્ટર્સ અનકટ અને બ્લેક જ્યુઈશ એલાયન્સ જેવા જૂથો સહિતના વિરોધીઓએ યુકે સરકાર પર નરસંહારને સમર્થન આપવાનો આક્ષેપ કર્યો હતો અને ગાઝામાં શાંતિ માટે હાકલ કરી હતી. આ દરમિયાન વંશીય તિરસ્કાર, હિંસા અને પોલીસ અધિકારી પર હુમલો સહિત અન્ય આરોપમાં પ્રદર્શનકારીઓની ધરપકડ કરાઈ હતી. પોલીસે પ્રદર્શનકારીઓ દ્વારા ફેંકવામાં આવેલા ફટાકડાથી ચાર અધિકારીઓના ઘાયલ થવાના અહેવાલ પણ છે.

આ પણ વાંચો: પેલેસ્ટાઈનના મુદ્દાનો ઉકેલ જરૂરી, પરંતુ આતંકવાદ અસ્વીકાર્ય : એસ.જયશંકર

Back to top button