ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં આજે ભગવાન રામનું અક્ષત પૂજન કરાશે

Text To Speech
  • રામ મંદિરમાં આજે 100 ક્વિન્ટલ અક્ષતની પૂજા કરવામાં આવશે
  • ભગવાન રામનો આ પ્રસાદ 62 કરોડ ભક્તો સુધી પહોંચશે

અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અક્ષત પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં 100 ક્વિન્ટલ અક્ષત (ચોખા)ની પૂજા કરવામાં આવશે અને ત્યારબાદ VHP કાર્યકર્તાઓ ભગવાન રામનો આ પ્રસાદ લઈને દેશના ખૂણે ખૂણે જશે. ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ 22 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે. તે પહેલા ભગવાન રામનો પ્રસાદ દેશભરના 62 કરોડ ભક્તોને પહોંચાડવાનો છે. આજે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અયોધ્યાથી અક્ષત લઈને રવાના થશે.

ભગવાન રામનો પ્રસાદ આ રીતે તૈયાર કરવામાં આવશે

એક ક્વિન્ટલ વાટેલી હળદર અને દેશી ઘી પણ મંગાવવામાં આવ્યું છે. તેને વિધિ વિધાન મુજબ ચોખા સાથે મિક્સ કરવામાં આવશે. ચોખાને રંગ આપ્યા બાદ તેને પિત્તળના કળશમાં રાખવામાં આવશે. ત્યારબાદ તેને પૂજા દરમિયાન ભગવાન રામના દરબાર સામે મૂકવામાં આવશે.

62 કરોડ ભક્તો સુધી પ્રસાદ પહોંચશે

આજે રામ મંદિરમાં અક્ષત પૂજા કર્યા બાદ ભગવાન રામનો પ્રસાદ 62 કરોડ ભક્તો સુધી પહોંચશે. આ માટે તમામ રાજ્યોમાંથી VHPના પ્રતિનિધિઓને અયોધ્યા બોલાવવામાં આવ્યા છે. પૂજા બાદ અક્ષતનું વિતરણ VHPના કાર્યકરો દ્વારા જ કરવામાં આવશે. આ માટે રાજ્યોની પ્રાદેશિક ભાષાઓમાં 2 કરોડથી વધુ પત્રિકાઓ પણ છાપવામાં આવી છે. VHP કાર્યકર્તાઓ આ પત્રિકાઓ ભગવાન રામના અક્ષત (ચોખા) સાથે દેશના દરેક ઘરે મોકલશે. આજે અક્ષત પૂજા બાદ VHPના કાર્યકર્તાઓ પ્રસાદ લઈને સમગ્ર દેશમાં રવાના થશે.

રામ મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક પણ આજથી અયોધ્યામાં શરૂ થઈ રહી છે. આ બેઠકની અધ્યક્ષતા નૃપેન્દ્ર મિશ્રા કરશે જેમાં મંદિર નિર્માણ કાર્ય સાથે સંકળાયેલી સંસ્થાઓ અને રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધિકારીઓ હાજર રહેશે.

 આ પણ વાંચો, નેવીનું હેલિકોપ્ટર ક્રેશ થતાં ક્રૂ મેમ્બરે ગુમાવ્યો જીવ, નૌસેનાએ તપાસના આપ્યા આદેશ

Back to top button