ટ્રેન્ડિંગનેશનલ

નેવીનું હેલિકોપ્ટર ક્રેશ થતાં ક્રૂ મેમ્બરે ગુમાવ્યો જીવ, નૌસેનાએ તપાસના આપ્યા આદેશ

Text To Speech

કેરળ: ભારતીય નૌકાદળનું ચેતક હેલિકોપ્ટર કોચીમાં 4 નવેમ્બરના રોજ INS ગરુડ પર મેન્ટેનન્સ ટેક્સી ચેક દરમિયાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં નેવીના ગ્રાઉન્ડ ક્રૂએ જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના નેવલ એર સ્ટેશન INS ગરુડના રનવે પર નિયમિત ટ્રેનિંગ ડ્રિલ દરમિયાન થઈ હતી. ભારતીય નૌકાદળે આ અકસ્માતની તપાસ માટે તપાસ બોર્ડની રચના કરી છે.

ભારતીય નૌકાદળે ક્રૂ મેમ્બરની ઓળખ યોગેન્દ્ર સિંહ (LAM) તરીકે થઈ છે. નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર અને સીડીએસ અનિલ ચૌહાણે તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. ભારતીય નૌકાદળે કહ્યું છે કે અકસ્માતના કારણોની તપાસ માટે બોર્ડ ઑફ ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે. નેવલ એર સ્ટેશન INS ગરુડના રનવે પર ટેકઓફ કર્યા પછી તરત જ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. હેલિકોપ્ટર ટ્રેનિંગ ફ્લાઇટ પર હતું. જ્યારે આ દુર્ઘટના સર્જાય ત્યારે હેલિકોપ્ટરમાં બે લોકો સવાર હતા, બીજા અધિકારીની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

નૌકાદળે શ્રદ્ધાંજલિ આપી

ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, ચેતક હેલિકોપ્ટર દુર્ઘટનામાં નેવીના યોગેન્દ્ર સિંહનું મૃત્યુ થયું હતું. ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર અને ભારતીય નૌકાદળના તમામ કર્મચારીઓએ તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: અરુણાચલ પ્રદેશમાં ચિતા હેલિકોપ્ટર ક્રેશ, બંને પાયલટ શહીદ

Back to top button