- અમદાવાદમાં સતત વધી રહ્યું છે હવાનું પ્રદુષણ
- શહેરના રખિયાલમાં 300ને પાર AQI
- નવરંગપુરામાં 263 AQI,પીરાણામાં 184 AQI
અમદાવાદમાં હવાનું પ્રદુષણ વધ્યું છે. જેમાં રખિયાલ વિસ્તાર બિન આરોગ્ય યુક્ત બન્યો છે. અમદાવાદમાં સતત હવાનું પ્રદુષણ વધી રહ્યું છે. ત્યારે શહેરના રખિયાલમાં 300ને પાર AQI છે. તથા નવરંગપુરામાં 263 AQI સાથે પીરાણામાં 184 AQI છે.
અમદાવાદનો ઓવરઓલ AQI 142એ પહોંચ્યું
અમદાવાદનો ઓવરઓલ AQI 142એ પહોંચ્યું છે. ત્યારે સૌથી વધુ પ્રદુષણ દિલ્હીમાં જોવા મળે છે. તેમાં દિલ્હીના NCRની હવાના પ્રદુષણમાં સતત વધારો થયો છે. ત્યારે NCRમાં AQI 400ને પાર થયો છે. સત્યવતી કોલેજ પાસે AQI 999એ પહોંચ્યો છે. દિલ્હીના દ્વારકામાં AQI 600 સાથે શાહદરા, ઝિલમિલમાં AQI 600ને પાર થયો છે. આરકે પુરમ, પંજાબી બાગમાં AQI 400ને પાર છે. તથા આનંદ વિહારમાં AQI 500ને પાર થયો છે.
અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણ વધતું જાય છે
શહેરની હવા પ્રદૂષિત થઈ રહી છે પણ પ્રદૂષણથી-ચેતવતા બોર્ડ જ ઠપ્પ છે. અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણ વધતું જાય છે તે ભયજનક છે. ઠંડી આવી રહી છે અને દિવાળીમાં ફટાકડા પણ ફૂટશેલોકોને પ્રદૂષણ કેટલું તે જાણવાની સૌથી વધુ જરૂર છે. ઠંડી અને ખાસ તો દિવાળીના આગમન સમયે જ દિલ્હીમાં વાયુ પ્રદૂષણ જે જોખમી હદે વધી રહ્યું છે તેની સરખામણીમાં અમદાવાદ આમ તો સદ્ભાગી છે.
મોટાભાગના બોર્ડ સદંતર ઠપ્પ પડયાં
પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રકારે શહેરની હવામાં પ્રદૂષણ વધતું જાય છે તે ભયજનક તો છે જ. ઠંડી આવી રહી છે અને દિવાળીમાં ફટાકડા પણ ફૂટશે. આ સમયે તંત્રની જવાબદારી એ રહે છે કે, નાગરિકોને શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ કેટલું છે તેનાથી સતત વાકેફ રાખે. ભૂતકાળમાં ધામધૂમ સાથે શહેરમાં અનેક સ્થળે મોટા હોર્ડિંગ પર એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) દર્શાવવાની વ્યવસ્થા કરેલી. પણ જ્યારે લોકોને પ્રદૂષણ કેટલું તે જાણવાની સૌથી વધુ જરૂર છે ત્યારે જ મોટાભાગના આ બોર્ડ સદંતર ઠપ્પ પડયાં છે.