ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસા માં અલગ અલગ જગ્યાએથી શંકાસ્પદ માવાના સેમ્પલ લેવાયા

Text To Speech
  • દિવાળીના તહેવારોને અનુલક્ષીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી

પાલનપુર : ડીસા શહેરમાં દિવાળીના તહેવારોને નજીક આવતાની સાથે ભેળસેળયુક્ત માવા ની મીઠાઈ ઓ નું મોટા પ્રમાણ માં વેચાણ થાય છે જોકે આ બાબતે સનીવારે બનાસકાંઠા જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના જિલ્લા અધિકારીની સુચનાથી ડીસા ઇન્સ્પેક્ટર પ્રિયંકાબેન ચૌધરી તેમજ લક્ષ્મીબેન ફોફ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં મીઠાઈ  બનાવામાં ઉપયોગમાં લેવાતાં માવા પૈકી શંકાસ્પદ માવાના સેમ્પલ લઇ લેબ પરિક્ષણ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી .

પાલનપુર -humdekhengenews

ફ્રુડ એન્ડ વિભાગ દ્વારા ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા વસુંધરા સોસાયટીના રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ માવાના સેમ્પલ લેવાયા હતા જ્યારે ડીસાના જુના બસ સ્ટેન્ડની સામે આવેલા રાજીવ ગાંધી કોમ્પલેક્ષ પાછળ આવેલ ખંડેલવાલ સ્વીટ નામની દુકાનમાંથી તેમ જ જુનાબસ સ્ટેન્ડની સામે આવેલા અન્ય એક માવાની દુકાન ઉપર દરોડા પાડી શંકાસ્પદ માવાના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે ડીસા શહેરમાં દિવાળીના તહેવારના અનુલક્ષીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડી કડક કાર્યવાહી હાથ ધરાતા ભેળસેળયુક્ત ચીજ વસ્તુઓનું વ્યાપાર કરતાં લેભાગુ વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો..

આ પણ વાંચો : રાજકોટ-બરૌની અને વેરાવળ-સુરત વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન, 5 નવેમ્બરથી બુકિંગ શરૂ

Back to top button