રામ મંદિરના ઉદ્ઘાટનમાં નથી જઈ શકાય એમ? નિરાશ ન થાઓ, RSS ‘આખા દેશને અયોધ્યા’ બનાવશે
- રવિવારે અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે લગભગ 200 VHP અને RSS સ્વયંસેવકોને પિત્તળના કળશમાં અક્ષતનો પ્રસાદ મોકલવામાં આવશે.
અયોધ્યા: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આવતા વર્ષે 22મી જાન્યુઆરીના દિવસે થવા જઈ રહી છે, ત્યારે આ દિવસે દેશભરમાં ધામધૂમથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવવામાં આવશે. આ પ્રસંગે હજારો લોકો અયોધ્યા પહોંચે તેવી શક્યતા છે. જો કે જે લોકો રામ મંદિરના ઉદ્ઘાટનમાં જઈ શકે તેમ નથી, તેઓએ નિરાશ થવાની જરુર નથી. કેમ કે આ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ ‘સમગ્ર દેશને અયોધ્યા બનાવવા’ની યોજના તૈયાર કરી છે.
સમગ્ર દેશમાં આરએસએસના 45 પ્રાંતીય એકમોમાંથી પ્રત્યેક એક હજાર જેટલા સ્વયંસેવકો ઘરે-ઘરે જઈને “અક્ષત (પવિત્ર અર્પણ)”નું વિતરણ કરશે અને લોકોને તેમના નજીકના મંદિરમાં સમારોહમાં હાજરી આપવા માટે કહેશે. આરએસએસ, વીએચપી અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નેતાઓએ પોતપોતાના રાજ્ય એકમોમાં ભાજપ સહિતના સહયોગીઓ સાથે સંકલન બેઠકો યોજવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં કાશી, અવધ, બ્રજ, મેરઠ પ્રાંત (ઉત્તર પ્રદેશમાં) અને ઉત્તરાખંડ પ્રાંતમાં આવી બેઠકો યોજાઈ હતી.
VHPના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે 29 ઓક્ટોબરે વારાણસીમાં કાશી પ્રાંતની બેઠક યોજી હતી. તેવી જ રીતે, ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ આ અઠવાડિયાની શરૂઆતમાં લખનૌમાં અવધ પ્રાંતની બેઠકને સંબોધિત કરી હતી. આ સિવાય VHPના એક વરિષ્ઠ નેતાએ તાજેતરમાં ઉત્તરાખંડ રાજ્યની બેઠકને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી હતી.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, દેહરાદૂનમાં આરએસએસના એક કાર્યકર્તાએ કહ્યું, “ઘણા મોટા મંદિરો ઉત્તરાખંડમાં સ્થિત છે, જે મોટાભાગે પર્વતીય રાજ્ય છે, તેથી અમારે અક્ષતનું વિતરણ કરવા, પૂજાઓનું આયોજન કરવા અને લાઈવ-સ્ટ્રીમિંગ કરવા માટે 1,000 થી વધુ સ્વયંસેવકોની જરૂર પડશે.”
રવિવારે અયોધ્યામાં રામજન્મભૂમિ ખાતે લગભગ 200 VHP અને RSS સ્વયંસેવકોને પિત્તળના કળશમાં અક્ષત પ્રસાદ મોકલવામાં આવશે. આ પછી તેઓ તેમના રાજ્યના મુખ્યાલય માટે નિકળશે. મંદિર ટ્રસ્ટના એક સભ્યએ કહ્યું, “દરેક પ્રાંતને 5 કિલો અક્ષત આપવામાં આવશે, ત્યાર બાદ તેઓ તેને લઈને તેમના પ્રાંતીય મુખ્યાલયમાં વિતરણ માટે લઈને જશે. ડિસેમ્બરના અંત સુધીમાં અક્ષત દેશભરના ગામડાઓ અને વોર્ડમાં પહોંચી જશે. 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી તેનું ઘરે ઘરે વિતરણ કરવામાં આવશે. અમારું લક્ષ્ય 5 કરોડ ઘરોમાં દીવા પ્રગટાવવાનું છે.” તેમણે કહ્યું કે 5 લાખથી વધુ મંદિરોમાં આવા કાર્યક્રમો સાથે અમારી યોજના ‘આખા દેશને અયોધ્યામાં ફેરવવાની છે.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, RSS વડા મોહન ભાગવત અને યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં 4,000 થી વધુ સંતો અને 2,500 “પ્રતિષ્ઠિત નાગરિકો” અભિષેક સમારોહમાં હાજર રહેશે. બાદમાં વિવિધ રાજ્યોમાંથી આરએસએસ સાથે જોડાયેલા સ્વયંસેવકો પણ રામ મંદિરની મુલાકાત લેશે. કાશી પ્રદેશમાંથી લગભગ 25,000 સ્વયંસેવકો 30 જાન્યુઆરીએ અયોધ્યા જવાના છે.
આ પણ વાંચો: ભારતના આ મંદિરમાં ધન તેરસે થાય છે ભીડઃ દર્શન માત્રથી જ થશે ધન વર્ષા!
The stepping stone of a glorious Hindu Rashtra waiting ahead.#RamMandir ❤️ pic.twitter.com/6Pzc4AwOfw
— Kashmiri Hindu (@BattaKashmiri) October 27, 2023