ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

મુકેશ અંબાણી પાસે 400 કરોડની માંગણી કરનાર તેલંગાણાથી ઝડપાયો

Text To Speech
  • પોલીસે તેલંગાણાના એક 19 વર્ષના યુવકની ધરપકડ કરી છે
  • પોલીસ તપાસ કરી રહી છે કે આ વ્યક્તિનું સાચું આઈડી છે કે પછી આ ઈમેલ નકલી આઈડી દ્વારા મોકલવામાં આવ્યા છે

 

મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઈમેલની ધમકી આપવાના મામલે પોલીસે તેલંગાણાના એક 19 વર્ષના યુવકની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ગણેશ રમેશ વાનપાર્ધી તરીકે કરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 8 નવેમ્બર સુધી કસ્ટડીમાં લીધો છે.

પોલીસને માટે મોટો પડકાર હતો

આ પહેલીવાર નથી કે જ્યારે કોઈએ ભારતના આ સૌથી મોટા ઉદ્યોગપતિ પાસેથી ખંડણીની માંગણી કરી હોય અથવા જો તે પૈસા નહીં આપે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય. પરંતુ આ વખતે જે રીતે  ધમકી આપનાર વ્યક્તિ તેમને સતત ધમકી આપી રહ્યો હતો. ઈમેલ મોકલી રહ્યો હતો અને   દરેક ઈમેલ પર ખંડણીનું પ્રમાણ પણ વધતું જતું હતું. જેનાથી એવું લાગતું હતું કે તે નીડર અને બેદરકાર છે. આ વ્યક્તિને ઝડપથી પકડવો પોલીસ માટે પડકાર બની ગયો હતો.

પોલીસ તપાસ કરી રહી છે કે આ વ્યક્તિનું સાચું આઈડી છે કે પછી આ મેઈલ નકલી આઈડી દ્વારા મોકલવામાં આવ્યા છે. આ સાથે પોલીસ બેલ્જિયમની મેલ પ્રોવાઈડર કંપનીનો પણ સંપર્ક કરી રહી છે અને તેમની પાસેથી આ મેઈલ આઈડી વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

મુકેશ અંબાણીના સિક્યોરિટી ઈન્ચાર્જે FIR નોંધાવી

27 ઓક્ટોબર શુક્રવારે મુકેશ અંબાણીને એક અજાણ્યા વ્યક્તિ તરફથી પ્રથમ ઈમેલ મળ્યો જેમાં જાનથી મારી નાખવાની ધમકી અને 20 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. આ ઈમેલ શાદાબ ખાનના નામે એક યુઝરે મોકલ્યો હતો. આ ધમકીભર્યા ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તને મારી નાખીશું. અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે. મુકેશ અંબાણીના સુરક્ષા પ્રભારી વતી મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ પૈસા પડાવવાના પ્રયાસનો કેસ એક અજાણ્યા વ્યક્તિ સામે નોંધવામાં આવ્યો હતો.

વનપાર્ધીએ પોતે શાદાબ ખાનના નામે ઈમેલ મોકલ્યો હતો અને પહેલા ઈમેલમાં 20 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, પછી તે ડિમાન્ડને વધારીને 400 કરોડ રૂપિયા કરી દીધી હતી અને આવા 4 જેટલા ઈમેલ મોકલ્યા હતા.

આ પણ વાંચો, બનાવટી દસ્તાવેજોના આધારે ઐતિહાસિક કિલ્લા પર કબજો કરવાનો પ્રયાસ

Back to top button