અમદાવાદટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

ENG vs AUS: ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

WORLD CUP 2023: આજે 2023 વર્લ્ડ કપની 36મી મેચ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીત્યો છે, અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ:

ઈંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન: જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (w/c), મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, આદિલ રાશિદ, માર્ક વૂડ

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન: ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, સ્ટીવન સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (W), કેમેરોન ગ્રીન, માર્કસ સ્ટોઇનિસ, પેટ કમિન્સ (C), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ

પિચ રિપોર્ટ:

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચો પર સારો બાઉન્સ થતા જોવા મળે છે, જેનાથી બેટ્સમેન અને ફાસ્ટ બોલરો બંનેને ફાયદો થાય છે. આ પિચ બેટ્સમેનનો માટે પણ ફાયદાકારક ગણવામાં આવે છે આ પિચ પર ઘણા રન બને છે. આ ઉપરાંત સ્પિનરોને પણ મિડલ ઓવરોમાં થોડી મદદ મળે છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 30 વનડે મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 16 જયારે ટારગેટનો પીછો કરનાર ટીમે 14 મેચ જીતી છે.

POINTS TABLE:  

POINTS TABLE
ફોટો-https://www.cricbuzz.com/

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની Points Tableમાં શું છે સ્થિતિ?

ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. તેણે 6માંથી ચાર મેચ જીતી છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ સૌથી નીચેના સ્થાને છે. તેણે માત્ર એક જ મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલ મેચમાં પહોંચવા માટે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે.

આ પણ વાંચો: વર્લ્ડકપમાં ભારતને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયામાંથી થયો બહાર

Back to top button