ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ઉર્ફી જાવેદે નકલી વીડિયો બનાવી પોલીસને બદનામ કરી, FIR નોંધાઈ

Text To Speech
  • મુંબઈ પોલીસે ઉર્ફી જાવેદ વિરુદ્ધ FIR નોંધી છે, જેમાં તેના પર આઈપીસીની 4 કલમો લગાવવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ઉર્ફી જાવેદ દ્વારા નકલી વીડિયો બનાવી પોલીસની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો છે.

મુંબઈ: અભિનેત્રી ઉર્ફી જાવેદ અવાર-નવાર એની સ્ટાઈસ અને લુકને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે જ્યારે ઉર્ફીએ તેની ધરપકડનું નાટક કરીને એક વીડિયો બનાવ્યો છે, વીડિયોમાં પોલીસ કર્મીઓ દ્વાર ઉર્ફીની ધરપકડ થઈ હોવાનું બતાવવામાં આવ્યું છે. ત્યારે બાદ મુંબઈ પોલીસે ઉર્ફી વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે, જેમાં તેના પર આઈપીસીની 4 કલમો લગાવવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ઉર્ફી જાવેદ દ્વારા નકલી વીડિયો બનાવી પોલીસની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો છે.

ઓશિવરા પોલીસે ટ્વિટ કરીને કહ્યું છે કે આ કેસની તપાસ ચાલી રહી છે. નકલી ઈન્સ્પેક્ટરની ધરપકડ થઈ શકે છે. તેમજ વીડિયો માટે જે કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે કારને જપ્ત કરવામાં આવી છે.

ઉર્ફી વિરુદ્ધ FIR:

અભિનેત્રી ઉર્ફી જાવેદ સહિત અન્ય 4 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે, ઉર્ફીએ 3 નવેમ્બરની સવારે જે વીડિયો બનાવી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, તેમાં પોલીસે અભિનેત્રીની ધરપકડ કરી હતી આ તદ્દન ખોટો વીડિયો છે. આ વીડિયામાં નકલી પોલીસ દ્વારા ઉર્ફીની ધરપકડ કરવામાં આવી છે. જેને લઈને ઓશિવારા પોલીસે ઉર્ફી જાવેદ સહિત અન્ય 4 લોકો સામે કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે ઉર્ફી દ્વારા બનાવવામાં આવેલો વીડિયો પોલીસને બદનામ કરી રહ્યો છે.

આ વીડિયો ઉર્ફી દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો:

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ પણ વાંચો: શિલ્પા શેટ્ટીએ પતિ રાજની ફિલ્મ UT 69નો કર્યો રિવ્યુઃ એક્ટિંગ પર પણ કોમેન્ટ

Back to top button