ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો લીધો નિર્ણય
- ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023ની 35મી મેચ
- પાકિસ્તાનના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય
- કેન વિલિયમસન ન્યુઝીલેન્ડ ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફર્યો પરત
વર્લ્ડ કપ 2023 : બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023ની 35મી મેચ રમવામાં આવશે. બંને ટીમ વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી ન્યુઝીલેન્ડના ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. કેન વિલિયમસન ન્યુઝીલેન્ડ ટીમની પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યો છે.
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન ટીમ
પાકિસ્તાન સામેની ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન ટીમમાં ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિશેલ, ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન ટીમ
ન્યુઝીલેન્ડ સામેની પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન ટીમમાં અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઈફ્તિખાર અહેમદ, સઈદ શકીલ, આગા સલમાન, શાહીન આફ્રિદી, હસન અલી, મોહમ્મદ વસીમ જુનિયર, હરિસ રઉફનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ જુઓ :વર્લ્ડકપમાં ભારતને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયામાંથી થયો બહાર