ગુજરાતફૂડ

રાજકોટમાંથી દિવાળી ટાણે ઝડપાયું 9000 કિલો અખાદ્ય ફરસાણ

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્‍ય શાખા દ્વારા શહેરના લોકોના સ્‍વસ્‍થ્‍યને ધ્‍યાને રાખી વિવિધ વિસ્‍તારોમાં ખાણી-પીણી ઉત્‍પાદકો-વેચાણકારોને ત્‍યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. જેના ભાગરૂપે આજે શુક્રવારે શહેરનાં માધાપર પાસે મનહરપુર વિસ્‍તારમાં આવેલા ભરત નમકીન ખાતે તપાસ કરતા અન-હાયજેનીક, ભેળસેળયુકત, અખાદ્ય કોર્ન બાઇટ, બિંગો, ચોકોઝ, ભાખરવડી, પાપડી ગાંઠીયા, ચકરીનો લોટ તથા વોશીંગ લોટ, ફુડ કલર સહિત અધધધ 9000 કિલો ચીજ વસ્‍તુનો જથ્‍થો ઝડપાતા મનપાની ટીમ દ્વારા સ્‍થળ પર જ નાશ કરવામાં આવ્‍યો હતો.

આરોગ્ય અધિકારીઓએ ગોડાઉનમાં કરી તપાસ

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલીકા ફુડ વિભાગની ટીમ સાથે આરોગ્‍ય અધિકારી ડો.જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઓફીસર ડો.હાર્દીક મેતા, ફુડ સેફટી ઓફીસર કે.એમ.રાઠોડ, ફુડ શેફટી ઓફીસર આર.આર.પરમાર, ફુડ સેફટી ઓફીસર કે.જે.સરવૈયા તથા ફુડ સેફટી ઓફીસર સી.ડી.વાઘેલા સાથે મનહરપુરા વિનાયક મંડપ રોડ, દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે, જામનગર રોડ, રાજકોટ મુકામે આવેલ ભરત નમકીન નામની ઉત્‍પાદક પેઢીની રૂબરૂ મુલાકાત લઇ સ્‍થળ તપાસ કરેલ હતી. સ્‍થળ પર પેઢીના ફુડ બિઝનેશ ઓપરેટર હિતેષભાઇ નારણદાસ ખખ્‍ખરની પુછપરછ કરતા તેઓએ પેઢીમાં નમકીનની અલગ અલગ પ્રકારની વેરાઇટીમાં ઉત્‍પાદન કરતા હોવાનું જણાવેલ હતું.

ફરસાણમાં ધોવાનો સોડા અને કલર ઉપયોગ લેવાતો

આથી સ્‍થળ પર તપાસ કરતા ત્યાંથી અનહાઇજેનીક કંડીશનમાં રાખેલ તેમજ એફએસએસએ 2006 હેઠળ જરૂરી લેબલીંગ કે ઉત્‍પાદન એકસપાયરી વગેરે દર્શાવેલ ન હોય તેવા પેકેટ ખાદ્યપદાર્થો જેવા કે કાચા કોર્ન બાઇટ (બોકસ પેકીંગ) 1650 કિ.ગ્રા. કાચા બીંગો (બોકસ પેકીંગ) 1500 કિ.ગ્રા. વિવિધ ફલેવરના સ્‍વીટ ચોકોઝ (બોકસ પેકીંગ) 2400 કિ.ગ્રા. ભાખરવડી (પ કિલો પેકીંગ) 350 કીલો, ફરશીપુરી (પેકીંગ બેગ) 300 ગ્રામ, ચકરી (પેકીંગ) 500 ગ્રામનો જથ્‍થો તેમજ સ્‍થળ પર મળી ધોવાનો સોડા તેમજ કલર સીન્‍થેટીક કલર (ફરસાણમાં પ્રતિબંધીત) વાપરવામાં આવેલ.

9 ટન જથ્થો નાશ કરવામાં આવ્યો

અલગ અલગ પ્રકારનું ફરસાણ જેમ કે પાપડી ગાંઠીયા, તીખા ગાંઠીયા, ભાવનગર ગાંઠીયા, ચવાણુ વગેરે ફરસાણ મળીને કુલ અંદાજીત 2000 કી.ગ્રા. જથ્‍થો અખાદ્ય તેમજ વાસી મળી આવેલ. સ્‍થળ પર સીઝનીંગ મેકસીટન મસાલાનો ઓગષ્‍ટ-ર૦રરમાં એકસપાયરી થયેલ જથ્‍થો મળી આવેલ સદરહું સ્‍થળ પર ઉપરોકત કુલ મળીને અંદાજીત 9000 કિ.ગ્રા. (9 ટન) જથ્‍થો ફુડ બીઝનેસ ઓપરેટરે નાશ કરવા અંગે સંમતી આપેલ. જે ફરીથી બજારમાં માનવ વપરાશ માટે વેચાણ ન થાય તે હેતુથી એસડબલ્‍યુએમ વિભાગના વાહનમાં નાશ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Back to top button