નાની અમથી વાતમાં પિતાએ પોતાની જ દીકરીનું માથું ધડથી અલગ કરી નાખ્યું
- અનિરુદ્ધ મુનિએ ક્રૂરતાની તમામ હદો વટાવી અને તેમની જ 7 વર્ષની પુત્રી સોનાલી કુમારીનું માથું ધડથી અલગ કરી નાખ્યું
બિહાર: બિહારના ખગરિયામાં વિસ્તારની રુંવાટા ઊભા કરી નાખે એવી એક ઘટના પ્રકાશમાં આવી છે. એક પિતાએ તેની માસૂમ દીકરીનું માથું ધડથી અલગ કરી નાખ્યું છે, જેની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને દ્રશ્ય જોયું તો પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. આજુ-બાજુ રહેતા પડોસીઓ પણ વિચારમાં પડી ગયા છે, અને દરેકના મોઢા પર એક જ વાત છે કે બાપ આટલો ક્રૂર કેવી રીતે હોઈ શકે.
- આ બનાવ પૌરા આસિસ્ટન્ટ પોલીસ સ્ટેશન (ગોગરી પોલીસ સ્ટેશન) વિસ્તારના મૈરા ગામનો છે. અહીં અનિરુદ્ધ મુનિએ ક્રૂરતાની તમામ હદો વટાવી અને તેમની 7 વર્ષની પુત્રી સોનાલી કુમારીનું ગળું ધડથી અલગ કરી નાખ્યું છે.
પોલીસ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને દ્રશ્ય જોઈને ચોંકી ઉઠી હતી. પોલીસને ઘરમાંથી બે ભાગમાં લાશ મળી હતી. ગોગરી સબ-ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે પત્ની અને પતિ વચ્ચેના વિવાદ બાદ વ્યક્તિએ પુત્રીની હત્યા કરી હતી. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
‘દીકરી અને જમાઈ વચ્ચે ઝઘડો થયો હતો’
બાળકીના મામા કમ્પો દેવીએ જણાવ્યું કે દીકરી અને જમાઈ વચ્ચે પૈસાને લઈને ઝઘડો થયો હતો. જમાઈ માર મારતો હોવાથી દીકરી પોતાના બાળકોને છોડીને પોતાના પિયર જતી રહી હતી. ત્યાર બાદ જમાઈ દ્વારા દિકરીની હત્યા કરવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે જમાઈ અમને ફસાવવા માંગતો હતો.
જમાઈએ ગુનો કબૂલ્યો
આ મામલામાં એસડીપીઓ ગોગરી સબ ડિવિઝન રમેશ કુમારે જણાવ્યું કે બાળકીની હત્યાના સમાચાર મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્યાર બાદ પોલીસે દિકરીના પિતા અનિરુદ્ધ મુનિની ધરપકડ કરી હતી, તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે ઘરેલું ઝઘડામાં હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.
આ પણ વાંચો: જ્ઞાનવાપી મુદ્દે મુસ્લિમ પક્ષને ‘સુપ્રીમ’ ઝટકો, HC ચીફ જસ્ટિસના ફેંસલાને પડકારતી અરજી ફગાવી