હાલમાં પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટેની વિચારણા ચાલી રહી છે ત્યારે નાણામંત્રાલાય દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રાલયે ઈથેનોલ બ્લેંડેડ પેટ્રોલને પ્રોત્સાહન આપવા માટે, 12-15 ટકા ઈથેનોલ બ્લેંડેડ પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી નહીં આપવી પડે. એટલું જ નહીં આ નિર્ણય પર તત્પરતા દેખાડતા નાણામંત્રાલયે આ સંબંધમાં નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે.
એક્સાઈઝ ડ્યૂટીમાં મળશે છૂટ
આ ઉપરાંત લક્ષ્મણ રોયે ઈથેનોલ બ્લેંડિંગ પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી પર ક્યા પ્રકારની છૂટ મળશે, તેની સ્પષ્ટતા કરતા કહ્યું કે, માની લો કે કુલ 100 લીટર પેટ્રોલ છે, જેના પર 12 ટકા એટલે કે 12 લીટરની ઈથેનોલ બ્લેંડિંગ કરવામાં આવ્યું છે, તો તે 12 લીટર પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી નહીં આપવી પડે. જો કે, 100 લીટર પેટ્રોલમાંથી બાકીના 88 ટકા એટલે કે 88 લીટર પર પહેલાની માફક એક્સાઈઝ ડ્યૂટી આપવી પડશે.
લક્ષ્મણે આગળ કહ્યું કે, પહેલા પેટ્રોલમાં 8 ટકા ઈથેનોલ બ્લેંડિંગ કરવાની મંજૂરી હતી. સરકારે બજેટમાં તેમા વધારો કરીને 10 ટકા કરી દીધું છે. ત્યારે હવે સરકારે ઈથેનોલ બ્લેંડિંગને 10 ટકાથી વધારીને 12-15 ટકા કરી દીધું છે. તેની પાછળ સરકારનો ઉદ્દેશ્ય છે કે તે પેટ્રોલમાં ઈથેનોલ બ્લેંડીંગને પ્રોત્સાહન આપવા માગે છે. સરકારનું પેટ્રોલમાં ઈથેનોલ બ્લેંડીંગ પર ફોકસ છે.