ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

રિલેશનશિપ હેલ્ધી બનાવવા ઈચ્છો છો તો આ પાંચ વાતોનું રાખો ધ્યાન

  • એક મજબૂત રિલેશન માટે જરૂરી છે કે ઇમોશનલી તમારા સંબંધોનો પાયો મજબૂત હોય, પરંતુ ઘણી વખત લોકો એવું કરી શકતા નથી, જેના લીધે તેમની વચ્ચે તણાવ વધી જાય છે.

તમે ઘણી વાર તમારા વડીલો પાસેથી સાંભળ્યું હશે કે જીવન એકલા વિતાવવું શક્ય નથી. આ કંઇક અંશે સાચું પણ છે. દરેક વ્યક્તિને જીવન જીવવા માટે જીવનસાથીની જરૂર હોય છે. એક એવો પાર્ટનર જે તમને ઇમોશનલી સમજી શકે, તમારો સાથ આપે, તમને પ્રેમ કરે અને તેની સાથે રહીને તમે ખુશી અનુભવી શકો. એક હેલ્ધી રિલેશનશિપ માટે જરૂરી છે કે તમારી અને તમારા પાર્ટનરની વચ્ચે એકબીજા માટે સન્માન અને ભરોસો હોય. આવું ત્યારે જ શક્ય બનશે જ્યારે તમારી રિલેશનશિપમાં કેટલીક સીમાઓ કે મર્યાદાઓ હોય.

કોઈ પણ સંબંધમાં સીમાઓ અથાર્ત બાઉન્ડ્રી હોવી ખૂબ જ જરૂરી છે, જેથી પાર્ટનરને તેની પર્સનલ સ્પેસ મળે અને તે સુરક્ષિત અનુભવી શકે. આ બે બાબતો એવી દરેક વ્યક્તિ માટે જરૂરી છે જે રિલેશનશિપમાં હોય.

રિલેશનશિપ હેલ્ધી બનાવવા ઈચ્છો છો તો આ પાંચ વાતોનુ રાખો ધ્યાન hum dekhenge news

શારીરિક સીમાઓ

તમે એકબીજાને પ્રેમ કરો છો એનો અર્થ એ નથી કે તમારે 24 કલાક સાથે રહેવું જોઈએ. એકબીજાને ફિઝિકલ સ્પેસ આપવી ખૂબ જ જરૂરી છે. ઉપરાંત, તે મહત્ત્વનું છે કે તમે એકબીજાની પર્સનલ સ્પેસનું સન્માન કરો. એ પણ મહત્ત્વનું છે કે તમે તમારી જરૂરિયાતો અને અસહજતા વિશે એકબીજા સાથે ખુલીને વાત કરો.

ભાવનાત્મક સીમાઓ

દરેક વ્યક્તિનું બેકગ્રાઉન્ડ, ઉછેર અને અનુભવો અલગ-અલગ હોય છે. એ જ રીતે, દરેક વ્યક્તિની પોતાની લાગણીઓ દર્શાવવાની રીત પણ તદ્દન અલગ હોય છે. આવી સ્થિતિમાં એકબીજાની લાગણીઓ, પ્રાઇવસી અને ભાવનાઓનું સન્માન કરવું જરૂરી છે. લાગણીઓને લઈને તમારી વચ્ચે લડાઈ ઝઘડા ન થવા જોઇએ.

સેક્સ્યુઅલ મર્યાદાઓ

કોઈપણ સંબંધમાં હેલ્ધી અને સહમતિ ધરાવતી સેક્સ્યુઅલ બાઉન્ડ્રીઝ હોવી ખૂબ જરૂરી છે. પાર્ટનરને સુરક્ષાનો અહેસાસ થાય તે માટે રિલેશનશિપમાં કોમ્યુનિકેશન, સહમતિ અને સેક્સ્યુઅલ બાઉન્ડ્રીઝ હોવી ખૂબ જરૂરી છે.

રિલેશનશિપ હેલ્ધી બનાવવા ઈચ્છો છો તો આ પાંચ વાતોનુ રાખો ધ્યાન hum dekhenge news

ડિજિટલ મર્યાદાઓ

આપણે ઘણી વખત સાંભળ્યું કે અનુભવ્યું છે કે આપણે એકબીજા સાથે શારીરિક તો હોઇએ છીએ, પરંતુ ભાવનાત્મક અને માનસિક રીતે સાથે હોતા નથી. તેનું એક કારણ ડિજિટલાઇઝેશન છે. કોઈપણ સંબંધમાં, તે મહત્ત્વપૂર્ણ છે કે તમે ટેક્નોલોજીના ઉપયોગને લઈને તમારી સીમાઓ નક્કી કરો. સાથે તે પણ મહત્ત્વનું છે કે પાર્ટનર એકબીજાની પર્સનલ ડિજિટલ સ્પેસમાં દખલ ન કરે.

કોમ્યુનિકેશન બાઉન્ડ્રીઝ

રિલેશનશિપમાં અસહજ કોમ્યુનિકેશન માટે પણ સ્વયંને તૈયાર રાખો. પાર્ટનર્સની વચ્ચે મુશ્કેલ ટોપિક કે પરિસ્થિતિને લઇને પણ વાત થઇ શકે છે. જરૂરી છે કે તમે રોક્યા કે ટોક્યા વગર એક-બીજાની વાત સાંભળો.

આ પણ વાંચોઃ દિવાળી પહેલા શુક્ર દેવ આ રાશિઓને આપશે ભેટઃ આજથી જ શરૂઆત

Back to top button