ધનતેરસે ભૂલથી પણ ન ખરીદતા આ વસ્તુઓઃ કુબેર દેવતા થશે નારાજ
- ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. ધનના દેવતાને કુબેર પણ કહેવાય છે. આ દિવસે સોના-ચાંદી ઉપરાંત કેટલીક વસ્તુઓ ખરીદવી શુભ મનાય છે, જ્યારે કેટલીક વસ્તુઓ ખરીદવી અશુભ છે.
આ વર્ષે ધનતેરસનો તહેવાર 10 નવેમ્બરે ઉજવવામાં આવશે. ધનતેરસને સુખ-સમૃદ્ધિ અને ખુશહાલીનો તહેવાર કહેવામાં આવે છે. ધનના દેવતાને કુબેર દેવતા કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસને ધન્વંતરી તેરસ પણ કહેવાય છે. એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે સોના, ચાંદી કે વાસણ ખરીદવાનું શુભ મનાય છે. આ દિવસે ઝાડુ ખરીદવાથી પણ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ધનતેરસ પર કેટલીક વસ્તુઓની ખરીદી કરવાથી બચવું જોઇએ. એવી માન્યતા છે કે કેટલીક વસ્તુઓ ખરીદવાનું અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસ પર જો આ વસ્તુઓને ખરીદવામાં આવે તો ઘરના ભાગ્યોદય અને સુખ-સમૃદ્ધિ પર અસર પડે છે. જાણો ધનતેરસના દિવસે કઇ વસ્તુઓ ન ખરીદવી જોઇએ.
કાળા રંગની વસ્તુઓ ન ખરીદો
ધનતેરસના દિવસે કાળા રંગની વસ્તુઓ ખરીદવાથી બચવું જોઇએ. કાળા રંગની કોઇ પણ વસ્તુને અશુભ માનવામાં આવે છે. આ દિવસે કાળા રંગનાં કપડાં પણ ન પહેરવાં જોઇએ.
ધારવાળી વસ્તુઓ
ધનતેરસ પર ધારવાળી વસ્તુઓ જેમ કે ચપ્પુ, છરી, કાતર બિલકુલ ન ખરીદતા. જો આ વસ્તુઓને ખરીદશો તો ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થશે.
કાચમાંથી બનેલો સામાન ન ખરીદતા
કાચમાંથી બનેલી વસ્તુઓ ધનતેરસના દિવસે ખરીદવાથી બચવું જોઇએ. કાચ રાહુનું પ્રતીક છે. ધનતેરસના દિવસે કાચની વસ્તુઓ ઘરે ન લાવો.
તેલમાંથી બનેલી વસ્તુઓ ન ખરીદો
ધનતેરસના દિવસે ઘી, તેલ જેવી વસ્તુઓ ન ખરીદવી જોઇએ. જો ઘર માટે કંઇક ખરીદવું હોય તો ધનતેરસ પહેલા ખરીદી લો. આ દિવસે ખરીદશો તો ઘરમાં બરકત નહીં આવે
લોખંડની વસ્તુઓ ન ખરીદો
ધનતેરસના દિવસે લોખંડમાંથી બનેલી વસ્તુઓ ન ખરીદતા. જો ઘર માટે લોખંડના વાસણ ખરીદવા હોય તો ધનતેરસ પહેલા જ ખરીદી લો. ધનતેરસના દિવસે તે ન ખરીદવા જોઇએ.
પ્લાસ્ટિક ખરીદવાથી બચો
ધનતેરસના દિવસે પ્લાસ્ટિક ખરીદવાથી બચવું જોઇએ. તેનાથી ઘરમાં અશાંતિ ફેલાય છે. પ્લાસ્ટિક સરળતાથી સળગી જાય છે, જે ઘર માટે અશુભ કહેવાય છે.
આ પણ વાંચોઃ દિવાળીમાં મીઠાઇ ખાઇને પણ વજન કન્ટ્રોલમાં રાખવું છે? તે પણ શક્ય છે!