ગુજરાત

ડીસાના ભડથમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપી રૂ. 21490નો મુદ્દામાલ જપ્ત કરાયો

Text To Speech

પાલનપુર: ડીસા તાલુકાના ભડથ ગામે સ્મશાનની બાજુમાં બાવળની ઝાડીઓમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તેઓની પાસેથી રોકડ તેમજ મોબાઇલ મળી ₹21,490 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બનાસકાંઠામાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
ડીસા તાલુકા પીઆઇ એમ. જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો રવિવારે ભડથ ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, ભડથ સ્મશાન જવાના રોડની બાજુમાં બાવળની ઝાડીમાં કેટલાક માણસો ભેગા મળી જુગાર રમવા બેસે છે. આથી પોલીસે તપાસ કરતા બાવળની ઝાડીમા રેડ કરતા જુગારીયામાં ભાગદોડ મચી હતી. જો કે પોલીસે ભડથ ગામના ભાવસિંગ લાલસીંગ વાઘેલા ,માધુભા પ્રભાતસિંહ વાઘેલા,રતુભા નાનજી વાઘેલાને ઝડપી લીધા હતા. પોલીસે તેઓની પાસેથી મોબાઇલ તેમજ રોકડ રકમ સહિત રૂ. 21,490 નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધ્યો છે .

Back to top button