ગુજરાત

ગુજરાત: હાઇવે પર કોઇ એકલી મહિલા કાર રોકે તો ચેતજો, સ્ત્રીના વેશમાં લૂંટ ચલાવતી ગેંગ સક્રિય

  • ડ્રાઇવરને માર મારી રોકડ, સોનાના દાગીનાની લૂંટ અને મોબાઇલ ચોરીની ગંભીર ઘટનાઓ બની
  • સ્ત્રીના વેશમાં લૂંટ, ધાડ જેવા ગુનાઓ આચરતી ટોળકી ઝડપાઇ છે
  • બે બંધૂક, 4 છરા, દારૂગોળો, 2 બાઇક અને છ મોબાઇલ પોલીસે કબજે લીધા

ગુજરાતના હાઇવે પર કોઇ એકલી મહિલા કાર રોકે તો ચેતજો. જેમાં સ્ત્રીના વેશમાં લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થઇ છે. ત્યારે લીંબડી તાલુકાના ભોયકા પાસેથી સ્ત્રીના વેશમાં લૂંટ, ધાડ જેવા ગુનાઓ આચરતી ટોળકી ઝડપાઇ છે. તેમની પાસેથી બે બંધૂક, 4 છરા, દારૂગોળો, 2 બાઇક અને છ મોબાઇલ પોલીસે કબજે લીધા છે. જેમાં પ્રાથમિક તપાસમાં ગુનેગારો 21 ગુનાઓમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજકેટને લઇ સિંહોના સંરક્ષણ માટે લેવાયો મોટો નિર્ણય 

LCB સાથે સંકલન કરી ગુનેગારોના મુળ સુધી પહોંચીશું

પડોશી જિલ્લાની LCB સાથે સંકલન કરી ગુનેગારોના મુળ સુધી પહોંચીશું તેમ પોલીસે જણાવ્યું છે. ઝાલાવાડ સહિત આસપાસના જિલ્લામાં સ્ત્રીના વેશમાં લૂંટ, ધાડ, ચોરી સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા શખ્સો દિવાળી પહેલા મોટી ઘટનાને અંજામ આપે એ પહેલા જ સુરેન્દ્રનગર LCBએ બાતમીના આધારે લીંબડીના ભોઈકા ગામની સીમમાંથી શંકાસ્પદ રીતે ફરતા મુળ જિલ્લાના અને હાલ ધંધૂકા વિસ્તારમાં રહેતા છ લૂંટારુઓની ટોળકીને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાત: યૂ-ટયૂબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાની જોબ આવે તો થજો સાવધાન!

હાઈવે પર સ્ત્રીના સ્વાંગમાં ગુનાને અંજામ આપતા હતા

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડયાએ જણાવેલ કે આ ગેંગના શખ્સો સ્ત્રીના વેશમાં અને ટ્રકો પાર્ક કરી હોય ત્યાં હથિયારો સાથે ધસી જઈને ધમકાવી લૂંટ ચલાવતા હતા. આ શખ્સો ઝડપાયા દિવાળી પહેલા પોલીસને મોટી સફળતા મળી છે. હવે અન્ય જિલ્લાઓની એલસીબી પોલીસ સાથે સંકલન કરી આ લોકો સાથે બીજા સ્થાનીક લોકોની સંડોવણી છે કે કેમ ? એની પણ તપાસ કરાશે. જેથી જે તે વિસ્તારમાં પણ ગુના બનતા અટકાવી શકાય.

આ પણ વાંચો: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશનના સમયમાં ફેરફાર, જાણો ક્યારથી રજા પડશે 

લૂંટારુ ટોળકીનો 22 વર્ષથી ગુનાહિત ઇતિહાસ

આ શખ્સો વર્ષ 2021થી સુરેન્દ્રનગર, અમદાવાદ, જુનાગઢ, મોરબી, વડોદરા સહિતના જિલ્લાઓમાં અનેક ઘટનાઓને અંજામ આપી ચૂકયા છે. ત્યારે હાલ આખી ગેંગ એલસીબીના હાથે ઝડપાતા આ ગેંગ સાથે અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે. તે અંગે પણ વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: ભુજમાં સંઘના વડા મોહન ભાગવત સાથે આજે મુખ્યમંત્રીની બેઠક, રાજકીય ફેરફારની ચર્ચા શરૂ

ડ્રાઇવર પાસેથી માર મારી રોકડ, સોનાના દાગીનાની લૂંટ અને મોબાઇલ ચોરીની ગંભીર ઘટનાઓ બની

લીંબડી વિસ્તારમાંથી બે અલગ-અલગ જગ્યાએ ટોળકી દ્વારા ટ્રક ડ્રાઇવર પાસેથી માર મારી રોકડ, સોનાના દાગીનાની લૂંટ અને મોબાઇલ ચોરીની ગંભીર ઘટનાઓ બની હતી. આ ઘટનાને પગલે દિવાળી આવતી હોવાથી લોકો રોકડ રકમ, દાગીના સહિતનું જોખમ લઇને અવરજવર કરતા હોય છે. ત્યારે ગંભીર ઘટના ન બને એ માટે એસપી ગીરીશ પંડયાના માર્ગદર્શન હેઠળ LCB પીઆઇ વી.વી.ત્રિવેદી, દાફડાભાઇ સહિતની ટીમ લીંબડી સહિતના વિસ્તારમાં અલગ-અલગ ટીમ બનાવી સતત વોચ રાખી રહયા હતા. એવામાં લીંબડી તાલુકાના ભોયકા ગામની સીમમાંથી છ શખ્સો બંધુક, છરા અને દારૂગોળા સાથે ઝડપાયા હતા. તમામની પુછપરછ કરતા લીંબડીના બે ગુનાનો ભેદ તો ઉકેલાયો પરંતુ બીજા લૂંટ, ધાડ, ચોરી અને હથીયાર સહિતના અનેક ગંભીર ગુનામાં સંડોવણી હોવાનું ખુલ્યુ હતુ. આમ પોલીસે હાલ આ તમામ આરોપીની ધરપકડ કરી અન્ય જિલ્લામાં કેટલા ગુનામાં કોની સાથે ઘટનાને અંજામ આપતા હતા, એ બાબતની તપાસ આદરી છે.

Back to top button