ગાઝિયાબાદની પંચશીલ સોસાયટીમાં ભીષણ આગ, લાખોનો સામાન ખાખ
- માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી
- હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી
- આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી
ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની પંચશીલ સોસાયટીમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની છે. પંચશીલ સોસાયટીના ટાવરના નવમા માળે આગ લાગી હતી. માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ પણ આગ ઓલવવા સોસાયટીમાં પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના જવાનો આગ ઓલવવામાં વ્યસ્ત છે. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી.
આગની ઘટના બાદ ઘટનાસ્થળે અરાજકતાનો માહોલ છે. લોકો એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળી રોડ પર આવી ગયા હતા. આગ કેવી રીતે લાગી તેનાં કારણો હજુ સુધી જાણવા મળ્યાં નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફ્લેટની બાલ્કનીમાં એક નાનું મંદિર હતું. એવી આશંકા છે કે દીવાની જ્વાળાના કારણે મંદિરમાં આગ લાગી હશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
VIDEO | Fire breaks out in an apartment of a residential society in Crossing Republik in UP’s Ghaziabad. More details are awaited. pic.twitter.com/BOjSB5KgBZ
— Press Trust of India (@PTI_News) November 3, 2023
આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં ફ્લેટની બાલ્કનીમાંથી ભીષણ જ્વાળાઓ નીકળતી જોવા મળી રહી છે. કેટલાક લોકો બહાર રસ્તા પર ઊભા જોવા મળે છે. પડોશીઓએ આગની જ્વાળાઓ ઉછળતી જોઈ તો તેઓ જાતે જ આગ પર પાણી ફેંકવા લાગ્યા. ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલા આગ પર મહદઅંશે કાબુ મેળવી લેવાયો હતો. જો કે ફાયર ફાયટર હજુ પણ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફ્લેટમાંથી હજુ પણ ધુમાડો નીકળતો દેખાઈ રહ્યો છે.
આ પણ વાંચો, પેલેસ્ટાઈનના મુદ્દાનો ઉકેલ જરૂરી, પરંતુ આતંકવાદ અસ્વીકાર્ય : એસ.જયશંકર