મનોરંજન

કપિલ શર્મા શોના કોન્સેપ્ટની પાકિસ્તાનના આ શોએ કરી ચોરી?

Text To Speech

પાકિસ્તાની કોમેડિયન તબિશ હાશ્મીના કોમેડી શો ‘હસના મના હૈ’ પર નવો વિવાદ ઊભો થયો છે. આ શો ટીઆરપીમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ શો લોકોનું મનોરંજન કરવામાં સફળ રહ્યો છે. આ બધાની વચ્ચે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આરોપ લગાવ્યો છે કે તાબિશે ભારતીય કોમેડી શો કપિલ શર્માનો આઈડિયા ચોરી લીધો છે. મામલો વધુ ઉગ્ર બનતો જોઈને કોમેડિયનની પ્રતિક્રિયા સામે આવી તો તેણે કપિલ શર્માના શોને લપેટમાં લઈ લીધો.

તાબિશ હાશ્મીએ પોતાના શોનો બચાવ કર્યો

જિયો ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં તાબિશ હાશ્મીએ કહ્યું હતું કે તેણે નહીં પણ કપિલ શર્માએ પાકિસ્તાની કોન્સેપ્ટને ચોરી લીધો હતો. લોકો માટે એ કહેવું સહેલું છે કે ‘હસના મના હૈ’ કપિલ શર્મા શો જેવો છે. કારણ કે બંને શો તેઓ જે શહેરમાં છે ત્યાં એકસરખા દેખાય છે. કપિલ શર્મા શોનો સેટ દિલ્હી જેવો લાગે છે. અમારો સેટ લાહોર બતાવે છે. દિલ્હી લાહોર જેવું લાગે છે અને લાહોર દિલ્હી જેવું લાગે છે. અમારા શોનો સેટ અને કોન્સેપ્ટ પાકિસ્તાની છે.

કપિલ શર્મા શો પર નિશાન સાધ્યું

તાબીશ કહે છે આ ઓમર શરીફનો કોન્સેપ્ટ છે. આ અમારો કોન્સેપ્ટ છે. કોઈએ કપિલ શર્માના શો પર તો સવાલ ના ઉઠાવ્યો કે એને કોન્સેપ્ટ ચોરી કર્યો છે. કેમ કે ભારત તેના પર લાખો રૂપિયા ખર્ચો કરે છે. કપિલનો શો અઠવાડિયામાં એક વાર ઓનર થાય છે જયારે મારો શો અઠવાડિયામાં ત્રણ વાર ઓનર થાય છે. 2007માં જિયો ચૌરાહા પર એક શો હતો. તે સંપૂર્ણપણે કપિલ શર્મા શો જેવું ફોર્મેટ હતું. કપિલનો શો 2011માં આવ્યો હતો. જો કે કપિલે ચૌરાહા શોની નકલ કરી હોવાનું કોઈએ કહ્યું નથી.

કોણે કોની નકલ કરી, તમે નક્કી કરો

તાબિશના કહેવા પ્રમાણે તેનો શો ‘હસના મના હૈ’ તેની રિયલ લાઈફ પર આધારિત છે. આ શોમાં કરાચીની એક વ્યક્તિ કેનેડા જાય છે. ત્યારબાદ તે હવે પાકિસ્તાન પરત ફર્યો છે. લાહોરમાં સ્થાયી થયા. જો તમે તાબિશનો શો જોશો તો તમને કપિલ શર્માના શો જેવું સેટઅપ અને ફોર્મેટ જોવા મળશે. આ શોમાં પણ કપિલના શોની જેમ સ્ટાર્સ પોતાના પ્રોજેક્ટના પ્રમોશન માટે આવે છે.

હવે કપિલ શર્માનો શો પાકિસ્તાની શોમાંથી કોપી કરવામાં આવ્યો છે કે તાબિશનો શો કપિલના શોમાંથી… તમે આ બંને શો જોયા પછી સરળતાથી નક્કી કરી શકો છો.

Back to top button