ગુજરાતટોપ ન્યૂઝ

સસ્તા અનાજના વેપારીઓની હડતાલનો અંત

Text To Speech

રાજ્યભરમાં ગઈકાલે 1લી નવેમ્બરથી 17 હજાર જેટલા સસ્તા અનાજના વેપારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈ સરકાર સામે મોરચો માંડ્યો હતો અને અનાજની દુકાનો બંધ કરી લડત શરૂ કરી હતી. આજે સતત બીજા દિવસે આ હડતાલ યથાવત રહી હતી. દરમિયાન રાજ્યના પુરવઠા મંત્રી સાથે વેપારીઓની બેઠક યોજાઇ હતી જેમાં દિવાળી બાદ ફરી એકવાર બેઠક યોજી તેમના પડતર પ્રશ્નનોનું સમાધાન કરવા માટેની બાહેંધરી આપી હતી. જેના કારણે આજે સાંજે આ હડતાલ હાલ પૂરતી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

આવતીકાલે તમામ દુકાનો ખુલી જશે

રાજ્યના પુરવઠા મંત્રી કુવંરજી બાવળિયાએ આ હડતાલ અંગે જણાવ્યું હતું કે, આજે ફરી વેપારીઓ સાથે બેઠક યોજાઇ હતી. એસોસિએશનની માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકાર નિર્ણય કરશે. તેમજ દિવાળી બાદ ફરીથી બેઠક કરશે અને તેમની માંગણી પર નિર્ણય કરવામાં આવશે. જેના માટે દુકાનદારોને અને ગરીબોનો નુકસાન ન થાય તેવો વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો છે. તેમજ આવતીકાલથી રસ્તા અનાજની દુકાનો ખુલી જશે તેમ પણ બંને પક્ષે મળેલી બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર પર વિશ્વાસ અને ભરોસો રાખી આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હોવાની વાત સામે આવી છે.

શું છે વેપારીઓની પડતર માંગણીઓ ?

રાજ્યમાં 17000 થી વધુ દુકાનદારો હડતાલ ઉપર ઉતરતા રેશનીંગનું અનાજ મેળવતા ગરીબોની દિવાળી અંધકારમય પસાર થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. દુકાનદારોમાં બોરીમાં ઘટ, 20 હજાર કમિશનની ભરપાઈ સહિતની અનેક માગણીઓ સરકારમાં અવાર-નવાર રજૂઆતો કરવા છતાં સ્વીકારવામાં આવી નથી. જેના કારણે રોશે ભરાયેલા સસ્તા અનાજના 17 હજાર જેટલા દુકાનદારો આજથી અચોકકસ મુદ્તની હડતાલ ઉપર ઉતર્યા હતા. દરમિયાન સરકારે પણ આજે સવારે સુધી તેમની સામે નમતું ન જોખતા વૈકલ્પિક વ્યવસ્થા કરી લીધી હોવાના નિવેદન આપ્યા હતા.

Back to top button