Diwali 2023ટ્રેન્ડિંગધર્મ

દિવાળી પહેલા શુક્ર દેવ આ રાશિઓને આપશે ભેટઃ આજથી જ શરૂઆત

  • કન્યા રાશિમાં માયાવી ગ્રહ કેતુ પહેલેથી જ વિરાજમાન છે. આવા સંજોગોમાં 3 નવેમ્બરથી કન્યા રાશિમાં શુક્ર અને કેતુ બંને એક સાથે જોવા મળશે.

અમદાવાદઃ આજે 3 નવેમ્બરના રોજ શુક્ર દેવનું ગોચર થઇ રહ્યું છે. વૈદિક જ્યોતિષ અનુસાર નવેમ્બર મહિનામાં કેટલાક ગ્રહોનું ગોચર થવાનું છે. આ મહિનાની શરૂઆતમાં સુખ-સંપતિના કારક ગણાતા શુક્ર દેવ રાશિ પરિવર્તન કરશે. આજે શુક્ર સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં તે 29 નવેમ્બર સુધી રહેશે. ત્યારબાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે. ઉલ્લેખનીય છે કે કન્યા રાશિમાં માયાવી ગ્રહ કેતુ પહેલેથી જ વિરાજમાન છે. આવા સંજોગોમાં 3 નવેમ્બરથી કન્યા રાશિમાં શુક્ર અને કેતુ બંને એક સાથે જોવા મળશે. શુક્ર અને કેતુની યુતિથી કઇ રાશિઓને લાભ થશે તે જાણો.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે શુક્ર અને કેતુની યુતિ શુભ રહેવાની છે. આ સમયગાળામાં તેમને રોકાણનું સારું રિટર્ન મળી શકે છે. વૈવાહિક જીવન સુખદ રહેશે. કાર્યસ્થળ પર તમે તમામ કાર્ય સમય પર પૂર્ણ કરી શકશો. નોકરિયાત વર્ગનું કામ ધ્યાનમાં લેવાશે. સંબંધો સુધરશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થશે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે શુક્ર અને કેતુની યુતિ ખુશીઓની ભેટ લાવી શકે છે. આ સમયગાળામાં તમારા અટકેલાં કામ પૂર્ણ થશે. કોઇ પણ કામને પ્લાનિંગ અનુસાર જ કરો, સફળતા જરૂર મળશે. પરિવારમાં ખુશી આવશે. પ્રિયજનો સાથે સારો સમય વીતાવી શકશો. ધનની બચત કરવા માટે સારો સમય છે. સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે.

દિવાળી પહેલા શુક્રદેવ આ રાશિઓને આપશે ભેટઃ આજથી જ શરૂઆત hum dekhenge news

કન્યા રાશિ

કન્યા રાશિમાં શુક્રના પ્રવેશતા જ કન્યા રાશિની પરેશાનીઓ ઘટશે. ધર્મના કાર્યોમાં આગળ વધીને ભાગ લેશો. કરિયરમાં સફળતા મળશે. માનસિક શાંતિ મળશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હો તો તમારા હાથમાં સારી તક આવશે. આ સમયગાળામાં તમારી મહેનતનું ફળ મળશે.

વૃશ્વિક રાશિ

વૃશ્વિક રાશિના લોકો માટે આ સમય શાંતિપૂર્ણ રહેશે. તમારી પરેશાનીઓ દૂર થશે. આ સમયગાળામાં તમારાં સપનાં સાકાર થશે. વિદેશ યાત્રાની તક મળશે. નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર પ્રશંસા મળશે.

મકર રાશિ

મકર રાશિના લોકો માટે શુક્ર રાશિ પરિવર્તન અત્યંત લાભદાયક માનવામાં આવે છે. મકર રાશિના લોકોને સુખદ સમાચાર મળશે. આ સમયગાળામાં તમે કોઇ મહત્ત્વના નિર્ણયો પણ લઇ શકશો. શુક્રના પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે.

આ પણ વાંચોઃ દિવાળી પછી કોઈ પડતર દિવસ નથી! મૂહુર્તો વિશે જ્યોતિષ શું કહે છે, જૂઓ

Back to top button