ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતવિશેષ

પેન્શન ધારકો માટે એક મહિના સુધી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઝુંબેશ શરૂ

  • પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે 1લીથી 30મી નવેમ્બર, 2023 સુધી રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ 2.0 શરૂ
  • ભારતના તમામ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં 100 શહેરોમાં 500 સ્થાનો પર DLC ઝુંબેશ 2.0નું આયોજન
  • તમામ હિતધારકોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ‘સમગ્ર સરકાર’ નો અભિગમ
  • ડિજિટલ લાઇફ સર્ટિફિકેટનું ફેસ ઓથેન્ટિકેશન સબમિશન પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર સબમિશનને સરળ અને સીમલેસ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનરોના ‘જીવનની સરળતા’ વધારવા માટે, પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) એટલે કે જીવન પ્રમાણપત્રને વ્યાપકપણે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેથી દેશભરમાં 100 શહેરોમાં 500 સ્થળોએ 1 થી 30 નવેમ્બર, 2023 સુધી આ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ યોજવામાં આવી રહી છે, જેમાં પેન્શન વિતરણ કરતી 17 બેંકો, મંત્રાલયો/વિભાગો, પેન્શનર્સ વેલફેર એસોસિયેશન, UIDAI, MeitYના સહયોગથી 50 લાખ પેન્શનરોને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા છે.

ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે DLC/ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે તમામ કેન્દ્ર સરકારના પેન્શનરો તેમજ પેન્શન વિતરણ સત્તાધિકારીઓમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી આ અગાવ પણ DoPPW દ્વારા નવેમ્બર 2022માં દેશના 37 શહેરોમાં રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે કેન્દ્ર સરકારના પેન્શનરોના 35 લાખથી વધુ ડીએલસી જારી કરીને ઝુંબેશને મોટી સફળતા મળી હતી.

લાઇફ સર્ટિફિકેટ સબમિશનના ડિજિટલ મોડનો લાભ દેશના પેન્શનરો જેવા કે સુપર સિનિયર/ માંદા/ અસમર્થ એવા દરેક સુધી પહોંચે અને તેને લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે, તમામની ભૂમિકાઓ અને જવાબદારીઓને વ્યાખ્યાયિત કરતી વિગતવાર માર્ગદર્શિકા સાથેનો એક વ્યાપક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ભારત સરકારના મંત્રાલયો/વિભાગો, પેન્શન વિતરણ કરતી બેંકો અને પેન્શનર્સ એસોસિએશનનો સમાવેશ થાય છે.

આ માર્ગદર્શિકાઓમાં હિતધારકો દ્વારા નોડલ અધિકારીઓની નિમણૂક, ઝુંબેશ માટે, કચેરીઓ અને બેંક શાખાઓ/એટીએમમાં ​​વ્યૂહાત્મક રીતે મૂકવામાં આવેલા બેનરો/પોસ્ટર્સ વગેરે દ્વારા DLC-ફેસ ઓથેન્ટિકેશન ટેકનિકનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. તેમજ પેન્શનર્સ વેલ્ફેર એસોસિયેશનને દ્વારા પેન્શનરો જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે શાખાની મુલાકાત લે ત્યારે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે બેંક શાખાઓમાં સમર્પિત સ્ટાફને સુસજ્જ કરવા, પેન્શનરોને વિલંબ કર્યા વિના તેમના DLC સબમિટ કરવા માટે કેમ્પ યોજવા અને પથારીવશ પેન્શનરોના કિસ્સામાં હોમ વિઝિટનો પણ સમાવેશ થાય છે. જેથી આ ડોરસ્ટેપ બેંકિંગ સેવાઓનો લાભ બધાને મળે તે જરૂરી.

આ ઉપરાંત, 2014માં બાયોમેટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરીને DLC સબમિટ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આધાર ડેટાબેઝ પર આધારિત ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી સિસ્ટમ વિકસાવવા માટે MeitY અને UIDAI દ્વારા કોઈપણ Android આધારિત સ્માર્ટ ફોનમાંથી LC સબમિટ કરવાનું શક્ય બને છે. આમાં, વ્યક્તિની ઓળખ ફેસ ઓથેન્ટિકેશન ટેક્નિક દ્વારા DLC જનરેટ થાય છે. નવેમ્બર 2021માં શરૂ કરાયેલી આ પ્રગતિશીલ ટેક્નોલોજીએ પેન્શનરોની બાહ્ય બાયો-મેટ્રિક ઉપકરણો પરની નિર્ભરતા ઓછી કરીને તેઓ સ્માર્ટફોન-આધારિત ટેક્નોલોજીનો લાભ લઈને આ પ્રક્રિયાનનો લોકો વધુ સરળતથી લાભ લે તે જરૂરી.

આ પણ વાંચો : રૂ. 2,000ની નોટ હજુ પણ RBIને મોકલી શકાશે, જાણો કેવી રીતે?

Back to top button