INDIA vs SL : ભારત સામેની મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો લીધો નિર્ણય
- આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઇમાં 33મી મેચ
- શ્રીલંકાના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો લીધો નિર્ણય
- જીત મેળવી સેમિફાઇનલમાં પહોંચવા માંગશે ટીમ ઇન્ડિયા
WORLD CUP 2023 : આજે ICC ODI વર્લ્ડ કપ 2023ની 33મી મેચ યોજાવા જઈ રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વિશ્વની નંબર-1 ક્રમાંકિત ટીમ ઈન્ડિયા અને સાતમા ક્રમની ટીમ શ્રીલંકા વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવી ચૂક્યો છે અને શ્રીલંકાના કેપ્ટન દ્વારા ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ભારતીય ટીમ મેદાનમાં ઉતરીને પહેલા બેટિંગ કરશે. આજે ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં પોતાની સેમિફાઇનલની ટિકિટ સુરક્ષિત કરવા પર રહેશે.
ભારતની પ્લેઇંગ ઇલેવનની ટીમ
શ્રીલંકા સામેની ભારતની પ્લેઇંગ ઇલેવનની ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે.એલ.રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવનની ટીમ
ભારત સામેની શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવનની ટીમમાં પથુમ નિસાન્કા, દિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ (કેપ્ટન અને વિકેટકીપર), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, એન્જેલો મેથ્યુસ, દુષણ હેમંથા, મહેશ થેક્ષાના, કસુન રાજીથા, દુષ્માન, દશમાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
View this post on Instagram
ભારતીય ટીમે અત્યાર સુધીની તમામ મેચમાં જીત હાંસલ કરી
આ વર્લ્ડ કપની તમામ મેચો પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા આ વખતે શાનદાર ફોર્મમાં છે. ભારતીય ટીમે અત્યાર સુધીમાં 6 મેચ રમી છે અને તે તમામ મેચ જીતી છે. તેમાં કોઈ શંકા નથી કે કોઈપણ મેચ જીતવા માટે ટીમ વર્ક સૌથી મહત્વપૂર્ણ હોય છે. પરંતુ એક સત્ય એ પણ છે કે અત્યાર સુધી રમાયેલી તમામ 6 મેચોમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડીએ 752 રન બનાવ્યા છે, જ્યારે આ ટીમના કુલ રન 1430 છે. મેચમાં બનેલા રનની સંખ્યા દર્શાવે છે કે રોહિત અને કોહલીએ મળીને આખી મેચમાં 52.58 ટકા રનનું યોગદાન આપ્યું છે.
વાનખેડે સ્ટેડિયમના વિશેષ આંકડાઓ
વાનખેડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે છે. તેણે અહીં 11 મેચમાં 455 રન બનાવ્યા છે. અહીં સૌથી વધુ વિકેટ વેંકટેશ પ્રસાદે લીધી છે. તેણે 6 મેચમાં 15 વિકેટ લીધી છે. અહીં બેટ્સમેન હેનરિક ક્લાસેન સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન છે. તેણે માત્ર બે મેચમાં 12 સિક્સર ફટકારી છે. ક્લાસને આ વર્લ્ડ કપની બે મેચમાં આ તમામ સિક્સર ફટકારી છે.
આ પણ જુઓ :SA vs NZ: ન્યૂઝીલેન્ડ સામે દક્ષિણ આફ્રિકાએ 190 રનથી મેળવી જીત