અમદાવાદગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગ

73 વર્ષ જૂની કારમાં 76 દિવસમાં ભારતથી લંડન પહોંચ્યો ગુજરાતી પરિવાર

Text To Speech
  • અમદાવાદના એક પરિવારે વિન્ટેજ કારમાં અમદાવાદથી લંડન સુધીની સફર 76 દિવસમાં પૂર્ણ કરી
  • તેમણે 12 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું
  • 14 દેશોનો પ્રવાસ કર્યો હતો

અમદાવાદનો એક પરિવાર અનોખા પ્રવાસે નિકળ્યો હતો. આ પરિવારની ત્રણ પેઢીએ વિન્ટેજ કારમાં રોડ દ્વારા અમદાવાદથી લંડન સુધીનો પ્રવાસ ખેડ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેમણે 14 દેશોનો પ્રવાસ કર્યો અને 76 દિવસમાં 12 હજાર કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું. આમ કરીને એક રેકોર્ડ બનાવ્યો છે.

અમદાવાદના આ વેપારીનું નામ દામન ઠાકોર છે. દેશની આઝાદીના 76 વર્ષ પૂરા થવા પર તેમણે નક્કી કર્યું હતું કે તે બ્રિટેનમાં બનેલી વિન્ટેજ કાર 1950 MG YT પર સવારી કરીને આ વિશેષ યાત્રા શરૂ કરશે અને તે કારને તે જગ્યાએ લઈ જશે જ્યાં તેનું ઉત્પાદન થયું હતું.

76 દિવસમાં યાત્રા પૂરી કરી

દામન તેમની લાલ પરી નામની કાર ચલાવીને તેમના 75 વર્ષીય પિતા અને 21 વર્ષની પુત્રી સાથે દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડના એબિંગ્ડનમાં આવેલી એમજી ફેક્ટરીમાં પહોંચ્યા. તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ 31 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા પછી તેમણે સ્ટેચ્યુ ઑફ યુનિટીની પ્રતિકૃતિ મહારાજા ચાર્લ્સ ત્રીજાના એક પ્રતિનિધિને સોંપી હતી.

રેતીના તોફાનો પણ રસ્તો રોકી શક્યા નથી

દામને કહ્યું કે તેમણે સરદાર પટેલના આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસના મૂલ્યોમાંથી પ્રેરણા લીધી છે. તેમણે કહ્યું કે રસ્તામાં તેને ગરમી, રણ, રેતીના તોફાન અને દુબઈ અને ઈરાનના ઘણા દુર્ગમ રસ્તાઓમાંથી પસાર થવું પડ્યું હતું. 15 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્ર સરકારના કૌશલ્ય, રોજગાર અને નવીનતા મંત્રી પ્રભાત લોઢાએ આ પ્રવાસને લીલી ઝંડી આપી હતી.

આ પણ વાંચો, 2020ના દિલ્હી રમખાણોના આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો

Back to top button