- 2 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમીયાન કુલ 30 લોકોના હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા
- રાજકોટમાં બે, ઉત્તર ગુજરાતમાં ત્રણ અને સુરેન્દ્રનગરમાં એકનું હાર્ટ એટેકથી મોત
હાર્ટ એટેકથી મૃત્યુમાં 20 વર્ષના યુવાનથી લઈ પ્રૌઢ, વૃધ્ધનો સમાવેશ
ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. જેમાં હાર્ટ એટેકથી મોત થતા યુવાનોની સંખ્યા વધુ છે. ત્યારે રાજકોટમાં બે, ઉત્તર ગુજરાતમાં ત્રણ અને સુરેન્દ્રનગરમાં એકનું હાર્ટએટેકથી મોત થયુ છે. પચાસ વર્ષથી નીચેની વયની વ્યક્તિને સારવાર આપવાનો સમય બાકી રહેતો નથી.
આ પણ વાંચો: ગુજરાતમાં દિવાળીના તહેવારમાં રેશનિંગનું અનાજ નહી મળવાની શક્યતા, જાણો કેમ
2 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમીયાન કુલ 30 લોકોના હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા
2 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમીયાન કુલ 30 લોકોના હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં હાર્ટએટેકથી થતા મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. ગઇકાલે રાજકોટમાં બે, ઉત્તર ગુજરાતમાં ત્રણ અને સુરેન્દ્રનગરમાં એક મળી કુલ 6 વ્યક્તિના હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે. રાજકોટમાં મૂળ નેપાળનો અને હાલ આજી ડેમ ચોકડી નજીક મીરા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનાની ઓરડીમાં રહેતો શ્રમિક ગુરુપ્રસાદ શિવકુમાર ગોડીયાનું (ઉ.વ.20) કારખાનામાં હાર્ટ એટેકથી મોત થયું હતું. બીજા બનાવમાં રૂખડીયાપરામાં રેલવે ફટક પાસે રહેતો સુરેશ મગનભાઇ લોરિયા (ઉ.વ.35)ને છાતીમાં દુઃખાવો ઊપડતા સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો પરંતુ મોત નીપજ્યું હતું. રાજકોટ શહેરમાં હૃદય રોગના હુમલાથી મૃત્યુનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. ગત 2 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમીયાન શહેરમાં કુલ 30 લોકોના હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયા છે. જેમાં 20 વર્ષના યુવાનથી લઈ પ્રૌઢ, વૃધ્ધનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઓક્ટોબર સુધીમાં SGST અને VAT આવક જાણી રહેશો દંગ
અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડાયા હતા
કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે એક દિવસ અગાઉ જ નાયી નટવરભાઇ ડાહ્યાભાઇનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જેની રાખ હજુ ઠરી નથી ત્યાં તો એમના જ કુટુંબ પરિવારના આધેડ નાયી ઈશ્વરભાઈ મેવાભાઈ (ઉ.વ.55)નું સવારે વહેલા હાર્ટ એટેકથી મોત થયું હતું. જયારે કંબોઈના નાયી રમેશભાઈ નાગરભાઈ (ઉ.વ.50) જેઓ અમદાવાદમાં નહેરુનગરમાં હેર કટિંગ સલૂનની દુકાન પર કામ કરતા હતા ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું મોત થયું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં આ જિલ્લામાં નોંધાયો કોરોનાનો કેસ, શહેરમાં ભયનો માહોલ
જમીને ઉભા થયા બાદ તરત ઉલ્ટી થઈ અને જમીન પર ઢળી પડયા
સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના મફતીયાપરામાં 30 વર્ષીય સુરેશભાઈ કાનજીભાઈ ઘુઘલીયા રહે છે. તેઓ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તા.31ના રોજ કપાસની ગાડી ભરવાની મજૂરીએ ગયા હતા. જયાંથી ઘરે પરત આવીને જમવા બેઠા હતા. જમીને ઉભા થયા બાદ તરત ઉલ્ટી થઈ અને જમીન પર ઢળી પડયા હતા. તેમને લખતર સરકારી દવાખાને લઈ જવાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે સૌ પ્રથમ સીપીઆર આપ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડી ન હતી અને સુરેશભાઈનું મોત થયું હતું.