ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી સરકાર પર EDનો સકંજો, કેજરીવાલની હાજરી પહેલા મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા

  • દિલ્હી સરકાર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પકડ કરી મજબૂત
  • AAPના અન્ય મંત્રી રાજકુમાર આનંદના ઘર સહિત 9 સ્થળોએ EDના દરોડા

દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા દિલ્હી સરકાર પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, EDએ મની લોન્ડરિંગ કેસમાં ગુરુવારે આમ આદમી પાર્ટીના નેતા રાજકુમાર આનંદના ઘર સહિત કુલ 9 સ્થળોએ દરોડા પાડ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDએ આજે ​​દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી સરકારના અન્ય મંત્રી પર કાર્યવાહી કરવામાં આવી છે.

 

મંત્રી પર હવાલા દ્વારા પૈસા વિદેશ મોકલવાનો આરોપ

EDએ દિલ્હી સરકારના વધુ મંત્રીઓ પર પોતાની પકડ વધુ કડક કરી છે. EDની ટીમ દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર આનંદના સત્તાવાર નિવાસસ્થાને પહોંચી છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. મંત્રી ઉપરાંત EDની અન્ય ટીમો દિલ્હીમાં 9 સ્થળો પર દરોડા પાડી રહી છે. એક તરફ EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે, તો બીજી તરફ તેમની પાર્ટીના ધારાસભ્ય પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, મંત્રી વિરૂદ્ધ કસ્ટમ સંબંધિત કેટલાક મામલા છે, જ્યાં તેમના પર હવાલા દ્વારા પૈસા વિદેશ મોકલવાનો આરોપ છે.

 

કોણ છે દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદ?

મંત્રી રાજકુમાર આનંદ વર્ષ 2020માં પહેલીવાર દિલ્હીની પટેલ નગર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. આ પહેલા તેમની પત્ની વીણા આનંદ પણ આ જ વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના સ્થાને રાજકુમાર આનંદને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બૌદ્ધ સંમેલનના એક કાર્યક્રમમાં હિંદુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જ્યાં રાજેન્દ્ર પાલ ગૌતમ પણ હાજર હતા, જે બાદ ઘણો હોબાળો થતાં રાજેન્દ્ર ગૌતમને કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.

આ પણ જાણો :એક્સાઈઝ પોલિસી કેસમાં દિલ્હીના CM કેજરીવાલ આજે ED સમક્ષ થશે હાજર

Back to top button