ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષસ્પોર્ટસ

ખેડામાં યોજાયેલી એથ્લેટિક્સ સ્પર્ધામાં 2049 ખેલાડીઓએ લીધો ભાગ 

Text To Speech

ખેડા : નડિયાદમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે 27ઓક્ટોબર,2023થી 01નવેમ્બર,2023 દરમિયાન સ્પોર્ટસ કોમ્પલેક્ષ નડિયાદ ખાતે SGFI રાજયકક્ષાની અંડર 14, અંડર-17 અને અંડર-19 એથ્લેટિક્સ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત માંથી 2049 ખેલાડીઓએ ભાગ લીધો હતો.

એથ્લેટિક્સ-humdekhengenews

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉપક્રમે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમા જિલ્લા રમત ગમત અધિકારી ખેડા-નડિયાદ દ્વારા શાળાકીય (SGFI) અંડર-14, અંડર-17 અને અંડર-19 એથ્લેટિકસ બહેનોની સ્પર્ધાનું 27ઓક્ટોબર,2023થી 01નવેમ્બર,2023 દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સમગ્ર ગુજરાત માંથી 2049 ખેલાડીઓએ ભાગ લીધો હતો.

એથ્લેટિક્સ-humdekhengenews

આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યના 33 જિલ્લા અને 08 મહાનગરપાલીકા મળી41 જિલ્લાઓની ટીમોના ખેલાડીએ ભાગ લીધો હતો. જેમાં અંડર-114માં 450, અંડર-17માં 779 અને અંડર-19માં 820 કુલ 2049 ખેલાડીઓ તથા કોચ/મેનેજર, પંચો/વ્યવસ્થાપક મળી કુલ 2250 થી વધારે લોકોએ જુસ્સા ભેર ભાગ લીધો હતો.

એથ્લેટિક્સ-humdekhengenews

આ એથ્લેટિકસ બહેનોની સ્પર્ધા પ્રસંગે ચીકોય સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત એલ.પી. બારીયા, જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ, નડીઆદ એકેડમી એકસપર્ટ કોચ શ્રધ્ધાબેન, એથ્લેટીક્સ સ્પર્ધાના ચીફ રેફરી સંજય યાદવ સિનિયર એથ્લેટિકસ સ્ટાટર, જી.સી. શાહ તથા ગુજરાત રાજય એથ્લેટિક્સ એસોસિએશના પ્રતિનિધિ ચિરાગ પટેલ અને કાનજી ભરવાડ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

એથ્લેટિક્સ-humdekhengenews

આ પણ વાંચો : દિલ્હી, મુંબઇના પ્રદુષણથી હાર્ટએટેકની સાથે ડાયાબિટીસનું રિસ્ક પણ વધ્યું!

Back to top button