ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલને ED સમન્સ મળ્યા બાદ વિપક્ષી નેતાઓ કરી રહ્યા છે કેન્દ્ર સરકાર પર પ્રહાર

દિલ્હી: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ED તરફથી સમન્સ મળ્યા બાદ વિપક્ષી નેતાઓ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. અનેક નેતાઓ કેજરીવાલને EDએ મોકલેલા સમન્સને ‘વિપક્ષી નેતાઓની ધરપકડ યોજના’ ગણાવી રહ્યા છે, આમ આદમી પાર્ટી સતત ભાજપ પર પ્રહારો કરી રહી છે. કેજરીવાલે આવતીકાલે બીજી નવેમ્બરે ઈડી સમક્ષ હાજર થવાનું છે.

આપ નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો

AAP નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે ભાજપ અરવિંદ કેજરીવાલને જેલમાં નાખીને દિલ્હીની 7 સીટો જીતવા માંગે છે. તેમણે કહ્યું કે હવે આગળનો વારો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનો હશે, ત્યાર બાદ આરજેડીના તેજસ્વી યાદવની બિહારમાં ધરપકડ કરવામાં આવશે. રાઘવે કહ્યું કે આ સિલસિલો અહીં અટકશે નહીં, આમ વારાફરતી દરેક વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવશે, કેમ કે ભાજપ આ રાજ્યોમાં લોકસભાની બેઠકો જીતવા માંગે છે.

અરવિંદ કેજરીવાલને EDના સમન્સ બાદ CM મમતા બેનર્જીએ પણ કર્યા કેન્દ્ર સરકાર પર પ્રહાર:

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ED સમન્સ મોકલવા બદલ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન બેનર્જીએ એપલ દ્વારા હેકિંગ અને મનરેગાના લેણાં અંગે મોકલવામાં આવેલી ચેતવણીનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું કે, “અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલવામાં આવી છે.” દરેકને નોટિસ મોકલવામાં આવી છે. પાંચ-છ સાંસદો કહી રહ્યા છે કે તેમના ફોન હેક થયા છે. આવી સ્થિતિમાં બહારના લોકો આપણા દેશ વિશે શું વિચારશે? આપણે ક્યારેય દેશને નીચું ન બતાવી શકીએ.

 

બેનર્જીએ વધુમાં કહ્યું કે ભાજપ 2024ની ચૂંટણી પહેલા તમામ વિપક્ષી નેતાઓની ધરપકડ કરવાની યોજના ધરાવે છે, તેઓ ખાલી દેશમાં પોતાના માટે વોટ ઈચ્છે છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જો 16 નવેમ્બર સુધીમાં મનરેગાના લેણાં ચૂકવવામાં નહીં આવે તો અમે અમારા આગામી પગલાની જાહેરાત કરીશું.

વિપક્ષી ગઠબંધનના ટોચના નેતાઓને જેલમાં ધકેલી BJP લોકસભાની સીટો જીતવા માંગે છે- આપ સાંસદ રાઘવ ચઢ્ઢા

 

રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે જો રાજકીય પક્ષો અને વિપક્ષી નેતાઓની આ રીતે ધરપકડ કરવામાં આવશે તો તે લોકશાહીના પાયાને હચમચાવી નાખશે. તેમણે કહ્યું કે ભાજપ હારથી ડરે છે. જો ભાજપ એકલી રેસમાં ઉતરશે તો સ્વાભાવિક છે કે તે ચૂંટણી જીતશે. તેમણે કહ્યું કે વિપક્ષી ગઠબંધનના ટોચના નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવશે. રાઘવે કહ્યું કે બીજેપી આ જ રીતે રાજ્યોમાં લોકસભા સીટો જીતવા માંગે છે

‘ભાજપ ચૂંટણીની હારથી ડરી ગઈ છે’- રાઘવ ચઢ્ઢા

રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે જો ઈન્ડિયા ગઠબંધનનો એક પણ ઉમેદવાર ચૂંટણી લડશે તો ભાજપની બેઠકો ઘટી જશે. આવી સ્થિતિમાં ભાજપને હારનો ડર સતાવી રહ્યો છે. જેથી ભાજપ વિપક્ષી ગઠબંધનના ટોચના નેતાઓને જેલમાં ધકેલી રહી છે.

95% કેસ વિપક્ષી નેતાઓ સામે નોંધાયા

રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે 2014 થી કેન્દ્રીય એજન્સીઓ દ્વારા નોંધાયેલા 95% કેસ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિપક્ષી નેતાઓ સામે દાખલ કેસોમાં વધારો થયો છે. ભાજપ ચૂંટણી પહેલા તેમનું શોષણ કરી રહી છે. જો આ નેતાઓ આત્મસમર્પણ નહીં કરે તો ચૂંટણીની આસપાસ તેમની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો: તો અમે જેલમાંથી દિલ્હીની સરકાર ચલાવીશુંઃ આપ નેતા

Back to top button