ક્રિકેટ હોય કે અન્ય કોઈ રમત, મહિલાઓ અને પુરુષોને અલગ-અલગ કેટેગરીમાં પગાર મળે છે. ખાસ કરીને ક્રિકેટમાં આવું થાય છે. પરંતુ હવે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે એક નવી પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત તેણે મહિલા અને પુરૂષ ક્રિકેટરોને સમાન વેતન આપવાનો નિર્ણય કર્યો છે.
Landmark day for all levels of cricket in New Zealand ???? #CricketNationhttps://t.co/NAcTp44cPV
— WHITE FERNS (@WHITE_FERNS) July 4, 2022
તમામ ટૂર્નામેન્ટમાં યોજાનારી મેચો માટે સમાન ફી મળશે
આ અંગે ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ અને 6 મુખ્ય એસોસિએશનો વચ્ચે કરાર પણ કરવામાં આવ્યો છે. આ ડીલ પહેલા પાંચ વર્ષ માટે હશે. આ અંતર્ગત આંતરરાષ્ટ્રીય સહિત ડોમેસ્ટિક ક્રિકેટરોને પણ તમામ ટૂર્નામેન્ટમાં યોજાનારી મેચો માટે સમાન ફી મળશે.
સોફી ડિવાઈન પણ આ નિર્ણયથી ખુશ છે
વ્હાઇટ ફર્ન્સ (ન્યૂઝીલેન્ડની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ) અને સ્થાનિક મહિલા ખેલાડીઓને તમામ ફોર્મેટ અને ટૂર્નામેન્ટમાં પુરૂષોની બરાબરી પર મેચ ફી મળશે જેમાં ODI, T20 ઇન્ટરનેશનલ, ફોર્ડ ટ્રોફી અને સુપર સ્મેશ સ્તરનો સમાવેશ થાય છે. વ્હાઈટ ફર્ન્સની કેપ્ટન સોફી ડિવાઈને કહ્યું કે આ કરાર મહિલા ક્રિકેટ માટે ગેમ ચેન્જર સાબિત થશે. સમાન કરારમાં પુરુષો સાથે સમાન માન્યતા મેળવવી તે મહાન છે.
મહિલા અને પુરૂષ ક્રિકેટરો માટે ફાયદાકારક
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના ચીફ ડેવિડે કહ્યું, ‘આ સમજૂતી અમારી રમત, ક્રિકેટ બોર્ડ, મહત્વપૂર્ણ સંગઠનો, ખેલાડીઓના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી જ ક્રિકેટનો વિકાસ થશે. આમાં સૌનો સહકાર સરાહનીય છે. NZCએ કહ્યું કે આ કરારના નિયમો અને શરતો અમારા ખેલાડીઓ એટલે કે મહિલા અને પુરૂષ ક્રિકેટરો માટે ફાયદાકારક છે.