ગુજરાતબિઝનેસ

કાપડ વેપારી તેજીની દિશામાં : 15 ઓગસ્ટ માટે ઝંડાના મળ્યા મોટા ઓર્ડર

Text To Speech

કાપડના વેપારીઓ એક તરફ ધીમે ધીમે તેજીની સ્થિતિ બની રહી છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં તહેવારોના ઓર્ડર મળવાની શરૂઆત થઈ રહી છે. આ દરમિયાન દેશના સૌથી મોટા 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી માટે સુરતના ટેક્ષ્ટાઈલ માર્કેટમાં ઓર્ડર મળવા લાગ્યા છે.

દેશના અલગ અલગ રાજ્યોમાંથી આશરે 10 લાખથી વધારે ઝંડાનો ઓર્ડર સુરતના વેપારીઓઓને મળ્યો છે. છેલ્લા બે વર્ષમાં કોરોના કાળના પરિણામે 15 ઓગસ્ટની ઉજવણીમાં ક્યાંકને ક્યાંક વિઘ્ન બની રહ્યો હતો. પરંતુ આ વર્ષે કોરોના હળવો થયો હોવાથી સુરત શહેર સહિત સમગ્ર દેશમાં 15મી ઓગસ્ટની ઉજવણી ધામધૂમથી થશે.

વિવિધ રાજ્યોમાંથી વેપારીઓ દ્વારા સુરતના ટેક્સટાઈલ વેપારીઓને 15મી ઓગસ્ટની ઉજ‌વણી માટે રાષ્ટ્ર ધ્વજના ઓર્ડર આપવામાં આવ્યા છે. 2જી ઓગસ્ટના રોજ સુરતના વેપારીઓ દ્વારા ઝંડા મોકલી આપવામાં આવશે. છેલ્લાં 3 મહિનાથી મંદિના વાતાવરણ બાદ હવે ટેક્સટાઈલ ઉદ્યોગ તેજી તરફ ગતિ કરી રહ્યો છે.

Flag making Hum dekhenge

આ અંગે સુરત મર્કન્ટાઈલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુએ જણાવ્યું કે, સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાંથી સુરતના ટેક્સટાઈલ વેપારીઓને ઝંડાના ઓર્ડર મળ્યા છે. જેમાં ખાસ કરીને 2 રૂપિયાથી માંડીને 20 રૂપિયા સુધીના ઝંડાનો ઓર્ડર સુરતના વેપારીઓને મળી રહ્યા છે.

Back to top button