Diwali 2023આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવિશેષ

વોલ્ટ ડિઝની વર્લ્ડ રિસોર્ટમાં પ્રથમ વખત દિવાળીની ઉજવણી કરવામાં આવી

  • દિવાળીના પ્રથમ યુવા ઉત્સવનું આયોજન જશ્ન પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું
  • ડિઝની સ્પ્રિંગ્સ અને ડિઝનીના એનિમલ કિંગડમ થીમ પાર્કમાં નૃત્ય અને ગાવાના કાર્યક્રમ યોજાયા
  • દેશભરમાંથી 400 થી વધુ ડાન્સર્સે ભાગ લીધો હતો

વૉશિંગ્ટન ડી.સી.: ફ્લોરિડામાં વોલ્ટ ડિઝની વર્લ્ડ રિસોર્ટમાં પ્રથમ વખત દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. પ્રકાશનો તહેવાર દિવાળી હિંદુ ધર્મના સૌથી અગ્રણી તહેવારોમાંનો એક છે. દિવાળીના અવસર પર દરેક જગ્યાએ ઝગમગતા દીવાઓ જોવા મળે છે. જો કે તહેવારો આનંદ અને ઉત્સાહથી ભરેલા હોય છે, પરંતુ દિવાળીમાં આ ઉત્સાહ અનેકગણો વધી જાય છે. દિવાળી માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

નૃત્યકારોએ ભારતની સંસ્કૃતિ દર્શાવી હતી

આ દરમિયાન અનેક નૃત્યકારોએ ભારતની સંસ્કૃતિ અને વારસાની ઝલક બતાવી હતી. દિવાળીનો પહેલો યુવા ઉત્સવ જશ્ન પ્રોડક્શન દ્વારા યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન ડિઝની સ્પ્રિંગ્સ અને ડિઝનીના એનિમલ કિંગડમ થીમ પાર્કમાં નૃત્ય અને ગાવાના કાર્યક્રમ યોજાયા. અહીં દેશભરમાંથી 400 થી વધુ ડાન્સર્સે ભાગ લીધો હતો.

દિવાળીની ઉજવણી ખૂબ જ આનંદદાયક હતી

જશ્ન પ્રોડક્શનના સ્થાપક જેની બેરીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસીય ડાન્સ ફેસ્ટમાં ઉત્તર અમેરિકાના ડાન્સર્સે પણ ભાગ લીધો હતો. બેરીએ કહ્યું, વોલ્ટ ડિઝની વર્લ્ડ રિસોર્ટમાં પહેલીવાર દિવાળીની ઉજવણી ખૂબ જ આનંદદાયક રહી. અમે દક્ષિણ એશિયાના નર્તકો સાથે આ મહત્વપૂર્ણ તહેવારનો આનંદ અને ઉત્સાહ શેર કર્યો. પૃથ્વી પરની સૌથી જાદુઈ જગ્યાએ દિવાળીની ઉજવણી ખરેખર એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું.

ભારતના આ રાજ્યોમાંથી લોકોએ ભાગ લીધો હતો

26-28 ઓક્ટોબર સુધી ચાલેલા આ તહેવારની શરૂઆત ડિઝની સ્પ્રિંગ્સ ખાતે સત્તાવાર પરેડ સાથે થઈ હતી, જ્યાં લોકોએ તેમના નૃત્યો દર્શાવ્યા હતા. ડિઝનીના એનિમલ કિંગડમ થીમ પાર્ક ખાતે આયોજિત આ ડાન્સ ઉત્સવમાં 17 ડાન્સ સ્કૂલો અને ગુજરાત, પંજાબ, આંધ્રપ્રદેશ સહિત ભારતના વિવિધ પ્રદેશોમાંથી પરફોર્મન્સ દર્શાવવામાં આવ્યા હતા.

એક હજારથી વધુ લોકોએ ભારતીય સંગીતનો આનંદ માણ્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રકારનો પહેલો ઉત્સવ હતો. જેમાં બાળકોને વિશ્વ પ્રસિદ્ધ મંચ પર તેમની પ્રતિભા દર્શાવવાની તક મળી હતી. આ દરમિયાન દિવાળીના કાર્યક્રમ દરમિયાન એક હજારથી વધુ મહેમાનોએ ભારતીય સંગીત અને વેશભૂષાનો આનંદ માણ્યો હતો.

આ પણ વાંચો, ખીચડી-2ના ટ્રેલરમાં મોજ પડીઃ વિશ્વને બચાવવાના મિશન પર નીકળ્યો પારેખ પરિવાર

Back to top button