ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

બાળકોની જીદને હેન્ડલ કરવી મુશ્કેલ લાગે છે? અનુસરો આ ટિપ્સ

Text To Speech
  • બાળકો પોતાની જીદ મનાવવા માટે એવી એવી ટ્રિક્સ અપનાવે છે કે તેમની હાલત જોઇને પેરેન્ટ્સ દરેક વાત માનવા મજબૂર બને છે. બાળકોને જીદની આદત પડી જાય તે પહેલા ચેતી જાવ

નાના બાળકો રડી રડીને પોતાની જીદ મનાવડાવી લેતા હોય છે. બાળકો જીદ તો કરશે, પરંતુ જો તે કાયમનું થશે અને પેરેન્ટ્સ ધ્યાન નહીં આપે તો બાળકોને તેની આદત પડતી જશે અને ધીમે ધીમે બાળકો આઉટ ઓફ કન્ટ્રોલ થઇ જશે. બાળકોનો જીદ વાળો સ્વભાવ ક્યારેક ચાલી જશે, પરંતુ હંમેશા એવું ન ચલાવી લેવાય. જો આ તેમની આદત બનશે તો પેરેન્ટ્સ માટે મુશ્કેલી ઊભી થઇ શકે છે.

આજના સમયમાં મોટાભાગના બાળકો પોતાની નાની નાની વાતો મનાવવા માટે જીદનો સહારો લેવા લાગ્યા છે. પેરેન્ટ્સ તમારા બાળકો પણ આમ કરતા હો તો નીચેની ટિપ્સને ફોલો કરો.

 બાળકોની જિદને હેન્ડલ કરવી મુશ્કેલ લાગે છે? અનુસરો આ ટિપ્સ hum dekhenge news

સમજાવાની કોશિશ કરો

દરેક બાળક પોતાની વાતને લઇને હદથી વધુ જીદ કરવા લાગે ત્યારે તેને સમજાવવાની કોશિશ કરો. બાળકોની સાથે બેસીને સાચા ખોટાનો ફર્ક સમજાવો. એક જીદને રોકવા માટે બીજી વસ્તુની હા કદી ન પાડો.

જીદ ન માનવાનાં કારણ પણ કહો

ક્યારેક ક્યારેક બાળકો એવી જીદ લઇને બેસી જાય છે, જે તેમના માટે ખૂબ જ નુકશાનકારક હોય છે, આવા સંજોગોમાં તેમને સમજાવો અને તેમની જીદ ન માનવાનાં કારણો જણાવો.

બાળકોની જિદને હેન્ડલ કરવી મુશ્કેલ લાગે છે? અનુસરો આ ટિપ્સ hum dekhenge news

બાળકોને રડવા દો

ઘણી વખત બાળકો પોતાની જીદ મનાવવા માટે રડવાનો સહારો લે છે. આવા સંજોગોમાં જો પેરેન્ટ્સ વાત ન માને તો તેઓ રડવાનું અને સામાન ફેંકવાનું શરૂ કરી દે છે. આવા સંજોગોમાં તેમની દયા ન ખાવ. જો તેમને એક વખત લાગશે કે તેમની કોઇ વાતથી તમને ફર્ક પડતો નથી તો તેઓ જાતે જ શાંત થઇ જશે.

ઇગ્નોર કરવાની કોશિશ કરો

જો બાળકો તેમની જીદને મનાવવા માટે પેરેનટ્સને વધુ પરેશાન કરી રહ્યા છે, તો તેમને તેમના હાલ પર જ છોડી દો. તેમના આ નેચરને ઇગ્નોર કરો. એ રીતે જેમ કે તમને કોઇ ફર્ક પડી રહ્યો નથી. ધીમે ધીમે બાળક તમારો સ્વભાવ સમજી જશે અને જીદ કરવાની આદત ઓછી કરી દેશે.

આ પણ વાંચોઃ ભાવનગર-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે, આજથી બુકિંગ શરૂ

Back to top button