રાજકોટ ડિવિઝનઃ રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મચારીઓનું સન્માન
- કર્મચારીઓએ સંભવિત રેલવે અકસ્માતોને રોકવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે
- ડિવીઝનલ મેનેજર અશ્વિનીકુમાર દ્વારા પ્રશસ્તિપત્ર આપીને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા
રાજકોટઃ રેલવે સલામતીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ ડિવીઝનના 12 કર્મચારીઓને રેલવે મેનેજર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. ઓગષ્ટ અને સપ્ટેમ્બર 2023 મહિનામાં રેલવે સલામતીમાં શ્રેષ્ઠ કામગીરી માટે રાજકોટ ડિવીઝનના ડિવીઝનલ મેનેજર અશ્વિનીકુમાર દ્વારા પ્રશસ્તિપત્ર આપીને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કર્મચારીઓમાં સ્ટેશન માસ્તર, ફિટર,ગેટમેન, સ્ટેશન સુપ્રિટેન્ડન્ટ જેવા તમામ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં મનોજ એ (ગેટ મેન ટ્રાફિક-રાજકોટ), મોહમ્મદ તૌહીદ અસલમ (સ્ટેશન માસ્ટર-બાલા રોડ),યુસુફ એ પરમાર (ફિટર-સુરેન્દ્રનગર),એમ.એસ. બરાસરા (સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ-સિંધાવદર),સંજય મેર (ફિટર-રાજકોટ), પી.સી. મીના (સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ-વગડિયા), અશોક કુમાર (સ્ટેશન માસ્ટર- ભાટેલ), આર.એલ. રામ (સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ-લખતર), રવિદ્ર કુમાર (સ્ટેશન માસ્ટર-મોડપુર) ), અભિષેક રંજન (ટ્રેન મેનેજર-રાજકોટ), વિકાસ શર્મા (પોઈન્ટ્સ મેન-ચમારજ), સોહિત કુમાર (પોઈન્ટ્સ મેન-પીપલી),શિવશંકર ગુર્જર (સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ-ખંભાળિયા), પુરણસિંહ ગુર્જર (લોકો પાયલટ ગુડ્સ-સુરેન્દ્રનગર) અને ચંદ્રપ્રકાશ લાંબા (સ્ટેશન માસ્ટર-લખતર)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ રેલવે કર્મચારીઓએ તકેદારી અને સાવચેતી સાથે કામ કરીને સંભવિત રેલવે અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જેમાં ટ્રેનોમાં અસામાન્ય અવાજનું ચેકિંગ કરવું, સ્પાર્કિંગ જોવું, ધુમાડો જોવો, લટકતા ભાગોની નોંધ લેવી અને બ્રેક બ્લોક જામ જોવા જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. તેમની સતર્કતાને કારણે સંભવિત અકસ્માતો ટળી ગયા હતા. સન્માનિત કર્મચારીઓએ સુરક્ષાના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. ફરજ દરમ્યાન તેમની સતર્કતા રેલવે અકસ્માતોની સંભાવનાને દૂર કરે છે, જ્યારે આ કુશળ અને સતર્ક ચોકીદાર અન્ય રેલવે કર્મચારીઓ માટે પણ અનુકરણીય ઉદાહરણ બની રહે છે. ફરજ પર હોય ત્યારે સજાગતા, સતર્કતા અને જાગૃતિ સાથે કામ કરવાથી ટ્રેન અકસ્માતો ટાળી શકાય છે.
આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર ગોવિંદ પ્રસાદ સૈની,સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર.મીના, સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર રમેશ ચંદ મીણા અને સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર સંતોષકુમાર મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો,ભાવનગર-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે, આજથી બુકિંગ શરૂ