ટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકામાં 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, હાલત ગંભીર

Text To Speech
  • ભારતીય મૂળના યુવકની હાલત ગંભીર
  • હુમલાખોરની પોલીસે કરી ધરપકડ

અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હાલ તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. એક અહેવાલ મુજબ, 24 વર્ષીય હુમલાખોર જોર્ડન એન્ડ્રેડે રવિવારે સવારે ઈન્ડિયાનાના વાલપરાઈસો શહેરમાં એક સાર્વજનિક જીમમાં વરુણ પર ચાકુ વડે હુમલો કર્યો હતો, જેની અધિકારીઓ હજુ પણ તપાસ કરી રહ્યા છે. ઘટના બાદ, હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર ઘાતક હથિયાર વડે હુમલો અને હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

રિપોર્ટ અનુસાર, હુમલાખોરે વરુણ પર જીવલેણ હુમલો કર્યો હતો. તેને lતાત્કાલિક ધોરણે ફોર્ટ વેઈન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. બીજી તરફ એન્ડ્રેડનું કહેવું છે કે વરુણ જીમમાં મને વિચિત્ર રીતે જોતો હતો. આરોપીએ વરુણને ખતરો ગણાવ્યો. પોલીસને કહ્યું કે તેણે સ્વરક્ષણ માત્ર પ્રતિક્રિયા આપી. ત્યારબાદ તેણે ખિસ્સામાંથી છરી કાઢી તેના પર હુમલો કર્યો હતો.

પોલીસે કહ્યું કે, અમેરિકામાં હેટ ક્રાઈમના વધતા જતા કિસ્સાઓ મુશ્કેલીનું કારણ બની ગયા છે. આ પહેલા પણ અમેરિકામાં ભારતીયો પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી છે. થોડા દિવસો પહેલા અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં ભારતીય મૂળના એક વૃદ્ધ શીખને માર મારવામાં આવ્યો હતો. કાર અકસ્માત બાદ વૃદ્ધાને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અમેરિકામાં ગોળીબાર કરીને 18 લોકોની હત્યા કરનાર વ્યક્તિનો મૃતદેહ મળ્યો

Back to top button