હવે Facebook અને Instagram ચલાવવું પણ પડશે મોંઘુ !!
જ્યારથી ફેસબૂક-ઈન્સ્ટાગ્રામ લોન્ચ થયું છે ત્યારથી લોકો તેનો ફ્રીમાં ઉપયોગ કરી રહ્યા છે. હવે આ પ્લેટફોર્મ્સ પર પેઇડ સેવાઓ શરૂ થવા જઈ રહી છે. આ માટે યુઝર્સે પેઇડ સબસ્ક્રિપ્શન લેવું પડશે. વેબ વર્ઝન માટે, તમારે દર મહિને લગભગ 900 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે Android અને IOS એપ્લિકેશન વપરાશકર્તાઓને દર મહિને લગભગ 1150 રૂપિયા ચૂકવવા પડશે. જો કે, ફ્રી વર્ઝન પણ ચાલુ રહેશે.
ચાલો જાણીએ શું છે મેટાનો પ્લાન ?
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ સત્તાવાર માહિતી શેર કરતા કહ્યું છે કે તેઓ યુરોપમાં પેઇડ સબસ્ક્રિપ્શન શરૂ કરવા જઈ રહ્યા છે. આ પેઇડ વર્ઝનમાં યુઝર્સને એક પણ એડ જોવા મળશે નહીં.
યુરોપિયન યુનિયનના દબાણ હેઠળ નિર્ણય
ઉલ્લેખનીય છે કે, યુરોપિયન યુનિયનના દબાણ બાદ કંપનીએ આ નિર્ણય લીધો છે. કેમકે યૂઝર્સનો ડેટા કલેક્શન યુરોપમાં સતત ચર્ચામાં હતો. આવી સ્થિતિમાં, કંપનીએ જાહેરાત મુક્ત સેવા આપવા માટે સબસ્ક્રિપ્શન આધારિત યોજના શરૂ કરી છે. આ પેઇડ સર્વિસ હાલમાં માત્ર યુરોપિયન યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે.
ભારતીય યુઝર્સને ફ્રી સેવાઓ મળતી રહેશે
ભારત વિશે વાત કરીએ તો, ભારતીય વપરાશકર્તાઓ હજુ પણ જાહેરાતો સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો મફતમાં ઉપયોગ કરી શકે છે. જો મેટાનું પેઇડ સબસ્ક્રિપ્શન યુરોપમાં લોકપ્રિય બને છે, તો એવી શક્યતા છે કે તે અન્ય દેશોમાં પણ રજૂ કરવામાં આવે. જો કે હજુ સુધી કંપનીએ આ અંગે કોઈ વિગતો શેર કરી નથી.
લિંક્ડ એકાઉન્ટ માટે વધારાનો ચાર્જ લાદવામાં આવશે
મેટાનું એડ ફ્રી સબસ્ક્રિપ્શન માત્ર 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે જ હશે. આ સબ્સ્ક્રિપ્શન યુરોપિયન યુનિયન, યુરોપિયન યુનિયન એરિયા અને સ્વિટ્ઝર્લેન્ડના લોકો માટે છે. આ તમામ Facebook અને Instagram એકાઉન્ટ્સ અને લિંક્ડ એકાઉન્ટ્સ પર પણ લાગુ થશે. યુઝર્સે લિંક્ડ એકાઉન્ટ માટે વધારાના ચાર્જ ચૂકવવા પડશે. તમારે વેબ માટે 530 રૂપિયા વધારાના અને એપ માટે લગભગ 700 રૂપિયા વધારાના ચૂકવવા પડશે.