જો કરવા ચોથ પર ચંદ્ર ન દેખાય તો આ રીતે કરજો વ્રતનાં પારણાં
- જો વરસાદ કે અન્ય કોઈ કારણસર કરવા ચોથ પર ચંદ્ર ક્યારેક ન દેખાય તો વ્રત રાખતી મહિલાઓ ચિંતામાં પડી જાય છે. જો તમારા શહેરમાં ચંદ્ર ન દેખાય તો આવી સ્થિતિમાં ઉપવાસ કરનારે ચિંતા ન કરવી જોઈએ, કેટલાક ઉપાય કરીને ચંદ્રની પૂજા કરી શકાય છે અને ઉપવાસ તોડી શકાય છે.
આ વર્ષે કરવા ચોથ 01 નવેમ્બર 2023ને બુધવારના રોજ છે. આ દિવસે પરિણીત મહિલાઓ નિર્જલા વ્રત રાખે છે અને ચંદ્રોદય પછી સાંજે પૂજા કરે છે. પૂજા પૂરી થયા પછી મહિલાઓ ચંદ્રને અર્ઘ્ય આપીને ઉપવાસ તોડે છે. આવી સ્થિતિમાં આ દિવસે દરેક મહિલાઓ ચંદ્રોદય થવાની આતુરતાથી રાહ જુએ છે અને ચંદ્ર દેખાતાંની સાથે જ પોતાના પતિના ચહેરાને ચાળણીમાં જોઈને ઉપવાસ તોડે છે. જો કે, સમયસર ચંદ્ર ન દેખાય ત્યારે આ રાહ ભારે પડી જાય છે, કારણ કે આ વ્રતમાં ચંદ્રના દર્શન પછી જ ઉપવાસ તૂટી શકે છે. વાસ્તવમાં કેટલીક જગ્યાએ વરસાદ કે અન્ય કોઈ કારણોસર ચંદ્ર દેખાતો નથી. આવી સ્થિતિમાં વ્રત રાખતી મહિલાઓ પરેશાન થઈ જાય છે. જો તમારા શહેરમાં ચંદ્ર ન દેખાય તો આવી સ્થિતિમાં ઉપવાસ કરનારે ચિંતા ન કરવી જોઈએ, કેટલાક ઉપાય કરીને ચંદ્રની પૂજા કરી શકાય છે અને ઉપવાસ તોડી શકાય છે.
જો કરવા ચોથ પર ચંદ્ર ન દેખાતો હોય તો કરો આ ઉપાય
- જો તમારા શહેરમાં હવામાન ખરાબ હોય, આકાશ વાદળછાયું હોય જેના કારણે ચંદ્ર ન દેખાય, તો ઉપવાસ તોડવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે ચંદ્ર જે દિશામાંથી ઉગે છે તે દિશામાં મુખ કરીને તેનું ધ્યાન કરીને ઉપવાસ તોડવો.
આ સિવાય મહિલાઓ ભગવાન શિવના મસ્તક પર બેઠેલા ચંદ્રને જોઈને પૂજા કરી શકે છે અને ઉપવાસ તોડી શકે છે. - જો તમારા ઘરમાં ભગવાન શિવની આવી કોઈ મૂર્તિ નથી, તો તમે મંદિરમાં જઈને ઉપવાસ તોડી શકો છો.
- તમે ચોખામાંથી ચંદ્ર બનાવીને અને વિધિ-વિધાનથી પૂજા કરીને પણ વ્રતનાં પારણાં કરી શકો છો. આ માટે ચંદ્ર ઉદયની દિશા તરફ મુખ રાખીને પૂજાના બાજઠ પર લાલ કપડું ફેલાવો અને તેના પર ચોખા વડે ચંદ્રનો આકાર બનાવો. ત્યારબાદ ઓમ ચતુર્થ ચંદ્રાય નમઃ મંત્રનો જાપ કરીને ચંદ્રનું આહ્વાન કરો અને પછી પૂજા કરીને ઉપવાસ તોડો.
- આ સિવાય એક ઉપાય એ પણ હોઈ શકે છે કે જો તમારા કોઇ મિત્ર કે સંબંધીના શહેરમાં ચંદ્ર ઉગે તો તમે વીડિયો કોલ પર ચંદ્ર જોઈને પૂજા કરીને ઉપવાસ તોડી શકો છો.
આ પણ વાંચોઃ નવેમ્બર મહિનામાં પાંચ ગ્રહોની હલચલથી પાંચ રાશિઓને ‘શુભ-લાભ’