ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

પેરા એશિયન ગેમ્સના ખેલાડીઓ સાથે PM મોદી 1લી નવેમ્બરે સંવાદ કરશે

Text To Speech
  • ભારતે એશિયન પેરા ગેમ્સ 2022માં 29 ગોલ્ડ મેડલ સહિત કુલ 111 મેડલ જીત્યા છે.

નવી દિલ્હી: આવતી કાલે એટલે કે પહેલી નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે સાંજે લગભગ 4:30 વાગ્યે ભારતની એશિયન પેરા ગેમ્સની ટુકડી સાથે વાર્તાલાપ અને સંબોધન કરશે.

આ કાર્યક્રમ એશિયન પેરા ગેમ્સ 2022માં રમતવીરોને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન આપવા અને ભવિષ્યની સ્પર્ધાઓ માટે પ્રોત્સાહિત કરવાનો પ્રધાનમંત્રીનો પ્રયાસ છે. ભારતે એશિયન પેરા ગેમ્સ 2022માં 29 ગોલ્ડ મેડલ સહિત કુલ 111 મેડલ જીત્યા હતા. એશિયન પેરા ગેમ્સ 2022માં કુલ મેડલ ટેલીમાં અગાઉના શ્રેષ્ઠ પ્રદર્શન (2018માં) કરતાં 54%નો વધારો જોવા મળ્યો હતો; અને જીતેલા 29 સુવર્ણ ચંદ્રકો 2018માં જીત્યા કરતા લગભગ બમણા છે.

 

આ કાર્યક્રમમાં ખેલાડીઓ, તેમના કોચ, પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના અધિકારીઓ, નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રતિનિધિઓ અને યુવા બાબતો અને રમત મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે વિવિધતામાં એકતા થીમ પર ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી

Back to top button