મણિપુરમાં હિંસા: હેલિપેડનું નિરીક્ષણ કરવા ગયેલા SDPOની હત્યા
મણિપુર: મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી, મણિપુરના મોરેહમાં SDPO ચિંગથમ આનંદની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ વિસ્તારમાં બનેલા નવા હેલિપેડનું નિરીક્ષણ કરવા આવ્યા ત્યારે આતંકવાદીઓએ તેમને ગોળી મારી હત્યા કરવામાં આવી છે.
નવા હેલિપેડના નિરીક્ષણ દરમિયાન SDOPને ગોળી મારી
મણિપુર પોલીસ દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે કે, પોલીસ અધિકારીઓ કુકી સમુદાયના પ્રભુત્વવાળા સરહદી શહેરમાં નવા બાંધવામાં આવેલા હેલિપેડનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા એક પોલીસ અધિકારી (SDPO)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓના એક જૂથે પોલીસકર્મીઓ પર હુમલો કર્યો ત્યારે મોરેહ એસડીપીઓ ચિંગથમ આનંદ ગોળીથી ઘાયલ થયા હતા.
અધિકારીએ કહ્યું, ‘ગોળી માર્યા પછી, એસડીપીઓને મોરેહના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું મૃત્યુ થયું. તેમણે કહ્યું કે આતંકીઓને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ગેરકાયદેસર રીતે ભારતીય વિસ્તારમાં પ્રવેશવા બદલ મ્યાનમારના 10 થી વધુ નાગરિકોની ધરપકડ:
કેટલાક નાગરિક અને સામાજિક સંગઠનોએ સરહદી શહેર મોરેહમાંથી સુરક્ષા દળોને પાછા ખેંચવાની માંગ કરી તેના અઠવાડિયા પછી આ ઘટના બની છે. મણિપુર પોલીસે છેલ્લા કેટલાક દિવસોમાં મેઇતેઈ સમુદાયના એક ત્યજી દેવાયેલા ઘરમાંથી ફર્નિચર અને અન્ય ઘરવપરાશની વસ્તુઓની ચોરી કરવા અને ગેરકાયદેસર રીતે ભારતીય વિસ્તારમાં પ્રવેશવા બદલ મ્યાનમારના 10 થી વધુ નાગરિકોની ધરપકડ કરી હતી.
મણિપુરમાં અત્યાર સુધીમાં 180 થી વધુ લોકોના મૃત્યુ થયા
3 મેના રોજ રાજ્યમાં જાતિય હિંસા ફાટી નીકળી ત્યારથી અત્યાર સુધીમાં 180 થી વધુ લોકોના મૃત્યુ થયા છે.
આ પણ વાંચો: ડાર્ક વેબ પર 81 કરોડથી વધુ ભારતીયોનો અંગત ડેટા વેચાયો હોવાનો દાવો