વરસાદની મોસમમાં મલાઈકા થઇ રોમેન્ટિક, શેર કર્યો અર્જુન સાથેનો અંગત વીડિયો
મલાઈકા અરોરા તેના બોયફ્રેન્ડ એટલે કે અર્જુન કપૂર સાથે થોડા દિવસો પહેલા પેરિસમાં રજાઓ ગાળી હતી. આ વેકેશનથી ઘણી તસવીરો સામે આવી હતી, જેમાં બંનેની નિકટતા સ્પષ્ટ જોવા મળી હતી. પરંતુ હવે મલાઈકા અરોરાએ પોતે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે અર્જુન સાથે વધુ રોમેન્ટિક લાગી રહી છે.
મલાઈકા અરોરાનો વીડિયો
મલાઈકા અરોરાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં મલાઈકા અને અર્જુનની બોન્ડિંગ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ વીડિયોમાં મલાઈકાએ આવી ઘણી તસવીરો પણ બતાવી છે, જેમાં તે એકદમ કોઝી લાગી રહી છે. આ વીડીયો હવે ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આ પોસ્ટ અપલોડ કરતી વખતે મલાઈકાએ લખ્યું છે કે જ્યારે હવામાન આટલું રોમેન્ટિક હોય છે ત્યારે થ્રોબેક તો બને છે. તેણે પેરિસ લખી દિલ બનાવ્યું છે અને બોયફ્રેન્ડ અર્જુન કપૂરને પણ ટેગ કર્યો છે.
અર્જુન સાથે રોમેન્ટિક સફર
તમને જણાવી દઈએ કે, મલાઈકા અને અર્જુન પેરિસ ટ્રિપ પર ગયા હતા. જયારે અર્જુનનો જન્મદિવસ હતો, જેમાં કપલે ખૂબ એન્જોય પણ કર્યું હતું. હવે આ બંનેનો આ રોમેન્ટિક વીડિયો સામે આવ્યો છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે બંનેનો રોમેન્ટિક ફોટો સામે આવ્યો હોય. બંને ઘણી વાર ફરવા જાય છે, જ્યાંથી તેમની સુંદર તસવીરો બહાર આવતી રહે છે.
અર્જુન મલાઈકાનો પ્રેમ
તમને જણાવી દઈએ કે, મલાઈકા અરોરા અર્જુન કપૂર કરતા દસ વર્ષ મોટી છે. પરંતુ તેમના પ્રેમ વચ્ચે આ ઉંમરના અંતરથી કોઈ ફરક પડતો નથી. અર્જુનના પ્રેમમાં પડીને મલાઈકાએ તેમના 15 વર્ષના લગ્નજીવનને તોડીને અર્જુન સાથે સંબંધ બાંધવાનું મન બનાવી લીધું હતું અને હવે બંને ખુશીથી પોતાના સંબંધોને આગળ લઈ જઈ રહ્યા છે.