ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિપક્ષી નેતાઓના ફોન હેકિંગનું ભૂત ફરી ધૂણ્યું, મોટા રાજકીય વિવાદના એંધાણ

  • દેશમાં વિપક્ષી સાંસદોને એપલ દ્વારા આપવામાં આવી ચેતવણી
  • રાજ્ય પ્રાયોજિત હુમલાખોરો તમારા iPhoneને નિશાન બનાવી રહ્યા છે : એપલ
  • સાંસદોએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી માંગ્યો જવાબ
  • ચેતવણીને કારણે પેગાસસ દ્વારા નિશાન બનાવવાની આશંકા ફરી જાગી

દિલ્હી : દેશમાં વિપક્ષી સાંસદોને મંગળવારે એપલ કંપની દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે. જેમાં ફોન ઉત્પાદક એપલ કંપનીએ જણાવ્યું છે કે, “રાજ્ય પ્રાયોજિત હેકરો તમારા iPhoneને નિશાન બનાવી રહ્યા છે.” સવારથી શરૂ કરીને લગભગ બે કલાકના ગાળામાં અલગ અલગ રાજકીય પક્ષોના નેતાઓ – સાંસદોએ પોતપોતાના સોશિયલ મીડિયા ઉપર પોતાને એપલ તરફથી એલર્ટ મેસેજ મળ્યા હોવાનો હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો હતો અને આ દરેક નેતાએ એપલના કથિત એલર્ટ મેસેજના એક સરખા સ્ક્રિનશૉટ પણ મૂક્યા હતા. હજુ સાંજ સુધીમાં અથવા આગામી સમયમાં અન્ય વિપક્ષી નેતાઓ પણ આવા દાવા કરી શકે છે. થોડાં વર્ષ પહેલાં થયેલા પેગાસસ વિવાદ બાદ આજે હવે ફરી ફોન હેકિંગના કથિત પ્રયાસોની ફરિયાદો ઊઠી છે અને આગામી સમયમાં આ મુદ્દો મોટો રાજકીય વિવાદ જગાવે તેવી શક્યતા છે.

જે સાંસદો તથા અન્ય વિપક્ષી નેતાઓને આવી કથિત ચેતવણી મળી હોવાનું કહેવાય છે તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી જવાબ માંગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી(TMC) નેતા મહુઆ મોઇત્રા, શિવસેના (UBT)ના નેતા પ્રિયંકા ચતુર્વેદી, કોંગ્રેસના નેતા શશિ થરૂર અને પવન ખેડા, AAPના સાંસદ રાઘવ ચડ્ઢા તેમજ AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના વડા સીતારામ યેચુરીને તેમના ફોન ઉત્પાદક તરફથી આવી ચેતવણીના સંદેશા મળ્યા છે. હેકિંગના જોખમની આ ચેતવણીથી પેગાસસ જેવા અત્યાધુનિક સ્પાયવેર દ્વારા નિશાન બનાવવાની આશંકા ફરી જાગી છે.

સંસદના વિપક્ષી સભ્યોએ 31 ઓક્ટોબરના રોજ જણાવ્યું હતું કે, તેઓને Apple તરફથી ચેતવણી મળી છે કે “રાજ્ય પ્રાયોજિત હુમલાખોરો તેમના iPhones ને નિશાન બનાવી શકે છે”. તેમજ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા અને કોંગ્રેસના પવન ખેરાએ એપલ દ્વારા ટ્વિટર પર એપલ કંપની દ્વારા મોકલવામાં આવેલી ચેતવણીને શેર કરવામાં આવી હતી. સાંસદો કેન્દ્ર સરકારની ટીકામાં અવાજ ઉઠાવી રહ્યા છે. સુશ્રી મોઇત્રાએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે મોદી સરકારની કથિત સાંઠગાંઠ પર સવાલ ઉઠાવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જવાબની રાહ જોવાઈ રહી છે.

એપલ દ્વારા ચેતવણીમાં શું જણાવવામાં આવી રહ્યું છે

વિપક્ષી સાંસદોને મળતી ચેતવણીમાં જણાવ્યા મુજબ, “ચેતવણી: રાજ્ય પ્રાયોજિત હુમલાખોરો તમારા આઇફોનને નિશાન બનાવી શકે છે,” “[email protected]” પરથી સાંસદો દ્વારા પ્રાપ્ત સંદેશમાં જણાવાયું છે. “Apple માને છે કે તમને રાજ્ય-પ્રાયોજિત હેકરો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે જેઓ તમારા Apple ID સાથે સંકળાયેલા iPhone સાથે રિમોટલી છેડછાડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમે કોણ છો અથવા તમે શું કરો છો તેના કારણે આ હુમલાખોરો તમને વ્યક્તિગત રીતે લક્ષ્ય બનાવી રહ્યા છે. જો તમારા ઉપકરણના રાજ્ય-પ્રાયોજિત હેકરો દ્વારા ચેડા કરવામાં આવે છે, તો તેઓ તમારા સંવેદનશીલ ડેટા, સંદેશાવ્યવહાર અથવા કૅમેરા અને માઇક્રોફોનને પણ દૂરથી ઍક્સેસ કરી શકશે. શક્ય છે કે આ ખોટું એલાર્મ હોય, છતાં કૃપા કરીને આ ચેતવણીને ગંભીરતાથી લો,”

સાંસદ મોઇત્રાએ સંદેશાનો સ્ક્રીનશોટ શેર કરી આરોપ મૂક્યો હતો કે, “ Apple તરફથી પ્રાપ્ત ટેક્સ્ટ અને ઇમેઇલ દ્વારા મને ચેતવણી આપવામાં આવે છે કે, “સરકાર મારા ફોન અને ઇમેઇલને હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. જેનો કેન્દ્ર સરકાર આ વાત પર ધ્યાન આપે.” પવન ખેરાએ પોસ્ટમાં કહ્યું કે, “પ્રિય મોદી સરકાર, તમે આ કેમ કરો છો?”

22 ઓગસ્ટ, 2023ના રોજ કંપનીની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા એપ્લાય સપોર્ટ ડોક્યુમેન્ટ મુજબ, “Appleની ચેતવણી એવા વપરાશકર્તાઓને જાણ કરવા અને મદદ કરવા માટે બનાવવામાં આવી છે કે જેઓ રાજ્ય-પ્રાયોજિત હેકરો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા હોય.”

શું પેગાસસ જેવા અત્યાધુનિક સ્પાયવેરનો ખતરો ફરી મંડરાયો ?

2021માં, ભારત સ્પાયવેર કૌભાંડથી હચમચી ગયું હતું જ્યાં એવું નોંધવામાં આવ્યું હતું કે ઇઝરાયેલી ફર્મ NSOના પેગાસસ સ્પાયવેર દ્વારા ઘણા કર્મશીલો, પત્રકારો અને રાજકારણીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જે ફક્ત રાષ્ટ્ર-રાજ્યોને વેચવામાં આવે છે. જ્યારે કેન્દ્ર સરકાર પેગાસસના ઉપયોગ પરના પ્રતિભાવને ટાળી રહી છે, ત્યારે સિટીઝન લેબ અને એમ્નેસ્ટી જેવી સંસ્થાઓને ભારતમાં અત્યાધુનિક હેકિંગ સોફ્ટવેર તૈનાત હોવાના પુરાવા મળ્યા છે. આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને સુપ્રીમ કોર્ટે એક સમિતિ નિયુક્ત કરી હતી જેણે રાહુલ ગાંધી સહિત નેતાઓને પોતાના ફોન જમા કરાવવા સૂચના આપી હતી જેથી તેમણે કરેલા આક્ષેપની તપાસ કરી શકાય. અલબત્ત, જૂજ રાજકારણીઓને બાદ કરતાં કોઈએ તેમના ફોન સુપ્રીમ કોર્ટની સમિતિ સમક્ષ જમા કરાવ્યા નહોતા અને છેવટે વિપક્ષી આક્ષેપમાં કોઈ તથ્ય નહીં હોવાનું તારણ નીકળ્યું હતું.

આ પણ જાણો :કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ કહ્યું, ‘મારા ફોનની પેગાસસ દ્વારા જાસૂસી કરવામાં આવી હતી’

Back to top button