યુદ્ધવિરામ હમાસ સામે આત્મસમર્પણ જેવું હશે: ઇઝરાયેલના PM નેતન્યાહૂ
તેલ અવીવ: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે સ્પષ્ટપણે કહ્યું કે ગાઝા યુદ્ધમાં કોઈ યુદ્ધવિરામ નહીં થાય કારણ કે તે હમાસ સામે આત્મસમર્પણ કરવા જેવું હશે. નેતન્યાહૂએ એમ પણ કહ્યું હતું કે 7 ઑક્ટોબરના હુમલામાં હમાસ દ્વારા અપહરણ કરાયેલા 230થી વધુ બંધકોને મુક્ત કરાવવાની લડાઈમાં અન્ય દેશોએ પણ મદદ કરવી જોઈએ. ઇઝરાયેલના નેતાએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે બંધકોને તાત્કાલિક બિનશરતી મુક્ત કરવાની માંગ કરવી જોઈએ. તેમણે કહ્યું કે બંધકોમાં 33 બાળકો પણ સામેલ છે અને હમાસ તેમને ભયભીત કરી રહ્યું છે.
#WATCH | Tel Aviv: Israel Prime Minister Benjamin Netanyahu says, “The horrors that Hamas perpetrated on October 7, remind us that we will not realize the promise of a better future unless we, the civilized world, are willing to fight the barbarians because the barbarians are… pic.twitter.com/nMq6wrBCni
— ANI (@ANI) October 30, 2023
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે ‘યુદ્ધવિરામની અપીલ ઇઝરાયેલને હમાસને આત્મસમર્પણ કરવા, આતંકવાદ સામે આત્મસમર્પણ કરવા, બર્બરતા સામે આત્મસમર્પણ કરવાની અપીલ છે. ઇઝરાયેલ જીતે ત્યાં સુધી લડવાનું ચાલુ રાખશે તેવી પ્રતિજ્ઞા લેતા નેતન્યાહૂએ કહ્યું કે ગાઝામાં નાગરિકોની જાનહાનિ અટકાવવા માટે સૈન્ય તેના માર્ગથી દૂર જઈ રહ્યું છે. બીજી તરફ, ગાઝામાં હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે દક્ષિણ ઇઝરાયેલ પર હમાસના ઘાતક હુમલા બાદ 7 ઑક્ટોબરે યુદ્ધ શરૂ થયું ત્યારથી ઓછામાં ઓછા 8,306 નાગરિકો ઇઝરાયેલી હવાઈ હુમલામાં માર્યા ગયા છે.
ઇઝરાયેલી સેના તેના સશસ્ત્ર વાહનો સાથે સોમવારે ઉત્તરી ગાઝા પટ્ટીના આંતરિક વિસ્તારોમાં પહોંચ્યા. જે બાદ સંયુક્ત રાષ્ટ્ર અને તબીબી કર્મચારીઓએ કહ્યું કે હોસ્પિટલો નજીક હવાઈ હુમલા કરવામાં આવ્યા છે, જ્યાં હજારો ઘાયલો તેમજ હજારો પેલેસ્ટિનિયન નાગરિકોએ આશ્રય લીધો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલો એક વીડિયોમાં ઇઝરાયેલી ટેન્ક અને બુલડોઝર વિસ્તારના મુખ્ય ઉત્તર-દક્ષિણ હાઇવેને અવરોધિત કરતા જોવા મળે છે. જેને ઈઝરાયેલની સેનાએ પેલેસ્ટાઈનીઓને વધતા જમીની હુમલાથી બચવા માટે ઉપયોગ કરવા કહ્યું છે.
આ પણ વાંચો: ઈઝરાયલ ગાઝામાં હમાસની સુરંગોમાં સ્પોન્જ બોમ્બનો ઉપયોગ કરશે